અમદાવાદના નગરદેવતા એવા જગન્નાથજી મંદિર ખાતે યોજાનારા બે મહત્ત્વનાં પ્રસંગો પૈકી જળયાત્રા 11મી જૂનનાં રોજ નીકળી જ્યારે 27મી જૂને અષાઢી બીજના દિવસે નાથ નગરચર્યાએ નીકળશે.રથયાત્રા પૂર્વેનો મહત્ત્વનો પ્રસંગ ગણાતી એવી આજે જળયાત્રા યોજાઈ હતી.ભગવાન જગન્નાથના જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતેગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી..
આજની જળયાત્રાની વિશેષતાની જો વાત કરવામાં આવે તો આ વખતે પહેલી વાર 3 બળદગાડા હતા.ગયા વર્ષે જળયાત્રામાં સૌપ્રથમવાર 1 બળદગાડા સાથે જળયાત્રાનું આયોજન કરાયું હતું. આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજીના ત્રણ ગાડા જોવા મળ્યા હતા.જ્યારે બહેન સુભદ્રાજીનો રથ બહેનોએ ચલાવ્યો હતો
મંદિરે ભગવાન પરત ફર્યા બાદ સાધુ-સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો, સાથે પંચામૃત- દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ સહિતનાં દ્રવ્યોથી ભગવાનને સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું. વિષ્ણુ અવતાર જગન્નાથજીને પ્રિય તુલસી દલ અર્પણ કરાયું હતું અને આરતી ઉતારવામાં આવી હતી. એ બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો
જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ- સંતોએ ધોળી દાળ, કાળી રોટી એટલે કે માલપૂઆ અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તમામ સાધુ-સંતોને દક્ષિણા પણ આપવામાં આવી હતી.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






