આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાજપીપળાથી વડોદરા લાવવામાં આવ્યા હતા SSG હોસ્પિટલ ખાતે તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગઈ કાલે નર્મદા પોલીસ દ્વારા ગુનો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવી હતી, રવિવારે બપોરે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો, સુરક્ષાના કારણો સર ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલ માં રાખવામાં આવશે.
સેન્ટ્રલ જેલ લઈ જતાં પૂર્વ ચૈતર વસાવાને વડોદરા ની SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
ચૈતર વસાવાને રાજપીપળાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા લાવવામાં આવ્યા હતા. વડોદરા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ટીમોએ SSG હોસ્પિટલના મુખ્ય દરવાજા થી લઈ કેમ્પસ અને હોસ્પિટલ ની અંદર જડબેસલાખ બંદોબસ્ત જાળવ્યો હતો. હોસ્પિટલની અંદર તથા કેમ્પસમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી હતી. કોઈ પણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ ન મળે તે માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. હોસ્પિટલ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૈતર વસાવાનું તબીબી પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: મુસાફર 1 કિલો હાઇડ્રોપોનિક ગાંજા સાથે ઝડપાયો, શું છે બેંગકોક કનેક્શન?





