Home Gujarat Nail Cutters Will Be Provided To 1 Lakh Children In Tribal Areas

આદિવાસી વિસ્તારમાં 1 લાખ બાળકોને નેઈલ કટર અપાશે! : 'જીવનતીર્થ' સંસ્થા દ્વારા અનોખો અભિયાન ચલાવાશે

આદિવાસી વિસ્તારમાં 1 લાખ બાળકોને નેઈલ કટર અપાશે!
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 10:42 AM IST

આગામી સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ્થી બીજી ઓક્ટોબર 'ગાંધી જયંતી દરમિયાન ગુજરાતના આદિવાસી વિસ્તારની એક હજાર જેટલી પ્રાથમિક શાળાઓના એક લાખ બાળકોને વ્યક્તિગત સ્વચ્છતાના સંદેશ સાથે નેઈલ કટર પહોંચાડવાનો એક નવતર કાર્યક્રમ 'જીવનતીર્થ' સંસ્થા દ્વારા કરવામાં આવશે તેમ સંસ્થાના વડા દીપ્તિ-રાજુ એ જણાવ્યું છે.


શાળામાં આરોગ્ય કાર્યક્રમ કરી નેઈલ કટર અપાશે!

આ કાર્યક્રમ અંગે જાણકારી આપતા દીપ્તિ-રાજુ એ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં અમે જાણ્યું હતું કે બાળરોગો અને બાળમૃત્યુ અટકાવવાનો એક અસરકારક રસ્તો છે રોગને “નસાડો” એટલે કે નખ કાપેલા રાખવા, સાબુથી હાથ ધુવા અને ડોયાનો ઉપયોગ કરવો આ સંદેશો પહોંચાડવા માટે અમે દરેક શાળાઓમાં એક પોસ્ટર આપીશું, નાનકડો વાર્તાલાપ કરીશું, વિડિઓ કલીપ બતાડીશું અને બાળકોને નેઈલ કટર સાથે નાનકડું આરોગ્ય રક્ષક માર્ગદર્શન આપતું કાર્ડ પણ આપીશું.


ત્રણ આરોગ્યના સુત્રો અપાયા

વધુમાં કહ્યું કે, શાળાના પોસ્ટરમાં લખાયેલા ત્રણ આરોગ્યાના સુત્રોમાંનું એક છે, નખમાં જંતુ ભરાઈ રહે છે, નખને નિયમિત કાપો, 'નેઇલકટર' સમું હાથવગું સાધન, કાયમ ઘરમાં રાખો, કોઈ એક દાતા પર આધાર રાખવાને બદલે સામાન લોકો પણ આ અભિયાનમમાં જોડાઈ આપવાનો આનંદ મેળવી શકે તે માટે 'ક્રાઉડ ફંડિંગ'નો અભિગમ તેમને અપનાવ્યો છે. સ્વતંત્રતા દિવસ, પંદરમી ઓગસ્ટ સુધી તેઓ ફંડ કલેક્શન ઝુંબેશ ચલાવશે અને પંદરમી ઓગસ્ટથી બીજી ઓક્ટોબર 'ગાંધી જયંતી' સુધીમાં વિતરણ પણ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now