Home Gujarat Murder On Suspicion Of Theft Two Brothers Stabbed To Death Near Police Station

ચોરીની શંકામાં હત્યા : બે ભાઈઓએ છરીના ઘ ઝીંકી પોલીસ સ્ટેશન નજીક જ કરી હત્યા

ચોરીની શંકામાં હત્યા
Published by: OBS Bureau
Last Updated: Jun 11, 2025, 03:33 PM IST

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યાનું ગૂંજાયુ છે. રમણલાલ જોશીની ચાલીમાં રહેતા સંતોષ વાઘમારેએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ તેમના દીકરા શુભમની હત્યાની ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના ત્યારે બની જ્યારે ખોખરા પોલીસ સ્ટેશન સામેના બાંકડા પર બેઠેલા સંતોષના દીકરા શુભમ સાથે કાયદાના સંઘર્ષમાં રહેલા સગીર અને તેના ભાઈ વચ્ચે વાદવિવાદ થયો હતો. આરોપી સગીરે શુભમ પર પૈસાની ચોરીનો આરોપ મૂકતા વાદવિવાદ થયો હતો, જે બાદમાં ત્રણેય આરોપીઓ – સગીર, તેનો ભાઈ અને સન્ની દંતાણી – સાથે મળીને શુભમ પર હુમલો કર્યો હતો.


હુંફાળે છરીથી હુમલો કરીને शुभમને ઘાયલ કરવામાં આવ્યો હતો. તેને બચાવવા ગયા વ્યક્તિ અક્ષય પર પણ છરીથી ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત शुभમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now