Home Gujarat Municipal Bond Of Gandhinagar Municipal Corporation Wasoversubscribed 09 Times

ગાંધીનગરમાં મ્યુનિસિપલ બોન્ડ 9 ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો! : 25 કરોડના બોન્ડ સામે રૂ.225 કરોડની ઓફર

ગાંધીનગરમાં મ્યુનિસિપલ બોન્ડ 9 ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો!
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 02:21 PM IST

વર્ષ 2010માં સ્થપાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા NSE પર રૂ 25 કરોડના મ્યુનિસિપલ બોન્ડ ખુલ્લા બજારમાંથી મેળવવા માટે ઓફર મૂકી હતી. આ ઓફરને નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ આજે માત્ર એક જ મિનીટમાં સબસ્ક્રાઈબ ૦૯ ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો હતો, જેનો કુપન રેટ 7.65 ટકા મળ્યો છે. GMCના રૂ. ૨૫ કરોડના બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે રૂ. 225 કરોડની ઓફર મળી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાએ બે વર્ષથી ઓડિટ, રેટીંગ અને મંજુરીની પ્રકીયામાંથી પસાર થઈને મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળ થઇ છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવા માટે ગાંધીનગરપાલિકાને CARE–(AA) અને CRISIL(-AA) રેટીંગ મળ્યું છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવાથી મહાનગરપાલિકાના નાંણાકીય હિસાબોમાં શિસ્ત અને પારદર્શિત વધશે. નાણાકીય હિસાબોનું થર્ડ પાર્ટી દ્વારા સુપરવિઝીન અને મોનિટરીંગ પણ કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની છે. ભૂતકાળમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળતા મેળવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી ૧૭મી મહાનગરપાલિકા બની છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના બોન્ડ ઈસ્યુની પ્રકીયાના સોલ એરેન્જર તરીકે ટીપસન કન્સલટન્સી સર્વિસીસ પ્રા.લિ., લીગલ કાઉન્સિલ M.V. Kinni તથા ઓડિટર PJNDVની મહત્વની ભૂમિકા રહી છે. ગાંધીનગર મહાનગરપલિકાના મેયર મીરાબેન પટેલ તેમજ સ્થાયી સમિતિના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસની મંજૂરી તથા મદદથી આ સિદ્ધી હાંસલ થઈ છે.

મ્યુનિસિપલ બોન્ડ મેળવનાર ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ ૨૦ મહાનગરપાલિકા પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાને આશરે રૂ. ૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now