Home National Mumbai Paydhuni Watermelon Poison Witness

તરબૂચ ખાધા પછી મૃત્યુ પામનાર પરિવારનું રહસ્ય ફૂટ્યું! : સાક્ષીને ચૂપ કરવા લીધા 4 જીવ, ચોંકાવનારું કાવતરું આવ્યું સામે

Mumbai Watermelon Case
Published by: Suman Dabhi
Last Updated: May 02, 2026, 12:04 PM IST

Mumbai Watermelon Case: મુંબઈના પાયધુની વિસ્તારમાં બિરયાની અને તરબૂચ ખાધા પછી એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મૃત્યુના કેસમાં હવે હત્યા અને ષડયંત્રની ગંધ આવી રહી છે. ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

પોલીસ સૂત્રો અનુસાર, મૃતકોના મગજ, હૃદય અને આંતરડા જેવા અંગો લીલા થઈ ગયા હતા, જે ઝેરી પદાર્થની હાજરીનો સ્પષ્ટ સંકેત આપે છે. વધુમાં, મુખ્ય મૃતક અબ્દુલ્લા દોકડિયાના શરીરમાં મોર્ફિન મળી આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતનું આ અનોખું ગામ જ્યાં કોઈના ઘરે નથી સળગતો ચૂલો | આખું ગામ એકસાથે બેસીને જમે છે ચોખ્ખું દેશી ભોજન! | Offbeat Stories

સાક્ષીને ખતમ કરવાનું કાવતરું?

સૌથી મોટો ખુલાસો એ છે કે અબ્દુલ્લા દોકડિયા વર્ષ 2019ના એક મોટા છેતરપિંડી કેસમાં મુખ્ય સાક્ષી હતા. ડી.એન. નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં એક મહિલાએ જોગેશ્વરીના એક બિલ્ડર સામે ફરિયાદ કરી હતી. તેણે બિલ્ડરને મોટી રકમ આપી હતી. આરોપ છે કે પૈસા વસૂલવા માટે બિલ્ડરે અબ્દુલ્લા દોકડિયાને મોકલ્યો હતો. જ્યારે પૈસા પરત ન મળ્યા ત્યારે મહિલાએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.

અબ્દુલ્લાની જુબાની આ કેસમાં બિલ્ડર વિરુદ્ધ સૌથી મજબૂત પુરાવા તરીકે ગણાતી હતી. તેમના મૃત્યુ પછી આખો કેસ જ અસરગ્રસ્ત થઈ શકે તેમ છે.

આ પણ વાંચો: Bengal elections : 4 મે કોની જીત? બંગાળમાં ‘પરિવર્તન’ કે ‘દીદીનું રાજ’ ? જાણો કોનું પલડું ભારે

ષડયંત્ર અને હત્યા

પોલીસ હવે આ મામલાને સામાન્ય ફૂડ પોઈઝનિંગને બદલે ષડયંત્ર અને હત્યા તરીકે તપાસી રહી છે. અંતિમ ફોરેન્સિક રિપોર્ટ અને વિઝેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ કેસે મુંબઈ પોલીસને નવી દિશા આપી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે - સાક્ષીને ચૂપ કરવા માટે આખા પરિવારની હત્યા કરવામાં આવી? વધુ વિગતો અહી વાંચો : અમદાવાદમાં 'ઢોંસાના ખીરા' બાદ મુંબઈનું 'તરબૂચ'! : જાણો એક પરિવારના 4 સભ્યોના મોતનો સમગ્ર મામલો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now