Samir Shukla, New Jersey, USA
Bengal elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 અત્યારે તેના સૌથી રોમાંચક તબક્કે છે. 4 મે, 2026ના રોજ પરિણામો જાહેર થવાના છે, જેની ઉત્સુકતા આખા દેશમાં જોવા મળી રહી છે.
એક વાક્ય ખૂબ પ્રચલિત થયું છે કે, 4 मई को ही चलेगा पता की दीदी गई या जम गई।
આ ચૂંટણીની એવી 10 મહત્વની બાબતો જે સામાન્ય ચર્ચાઓમાં ઓછી જોવા મળી છે.
1. ઐતિહાસિક મતદાન:
આ વર્ષે બંગાળમાં આઝાદી પછીનું સૌથી વધુ મતદાન નોંધાયું. પ્રથમ તબક્કામાં લગભગ 92.8% અને બીજા તબક્કામાં 91.47% મતદાન થયું.
2. મતદાર યાદીમાં મોટો ફેરફાર:
ચૂંટણી પહેલા 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' દ્વારા લગભગ 13% નકલી, મૃત અથવા ડુપ્લીકેટ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા, જેણે ગણિત બદલી નાખ્યું.
3. નિર્ણાયક 'સાઇલન્ટ વોટર્સ':
આ વખતે મહિલા મતદારો અને યુવા વર્ગમાં 'સાઇલન્ટ વોટિંગ'નું પ્રમાણ ખૂબ વધારે થયું, જે કોઈ પણ એક્ઝિટ પોલના અનુમાનને ખોટા પાડી શકે છે.
4. 60 લાખ નામો 'એજ્યુડિકેશન' હેઠળ:
વેરિફિકેશન પ્રક્રિયામાં વિવાદને કારણે લગભગ 60 લાખ જેટલા નામોને મતદાન યાદીમાંથી અસ્થાયી રૂપે અલગ રાખવામાં આવ્યા હતા.
5. કેન્દ્રીય સુરક્ષા દળોનો લાંબો મુકામ:
ચૂંટણી પછીની હિંસા રોકવા માટે, કેન્દ્રીય દળો (CRPF) પરિણામો પછી પણ 60 દિવસ સુધી બંગાળમાં તૈનાત રહેશે.
6. સ્થળાંતરિત મજૂરોની વાપસી:
નાગરિકત્વના મુદ્દાઓ અને મતાધિકાર છીનવાઈ જવાની બીકે લાખો સ્થળાંતરિત મજૂરો ખાસ મતદાન કરવા માટે બંગાળ પરત ફર્યા હતા.
7. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો:
ADR ના રિપોર્ટ મુજબ, પ્રથમ તબક્કાના દર 5 માંથી 1 ઉમેદવાર સામે ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા છે.
8. કરોડપતિ ઉમેદવારોનો દબદબો:
આ વખતની ચૂંટણીમાં ગરીબ ગણાતા બંગાળમાં રેકોર્ડ સંખ્યામાં કરોડપતિ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે.
9. સોશિયલ મીડિયા વોર:
આ વખતે પરંપરાગત સભાઓ કરતા વોટ્સએપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરેલા વીડિયો દ્વારા પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચાયા.
10. બાયપોલર ફાઇટ:
દાયકાઓ પછી ડાબેરી (Left) અને કોંગ્રેસનું અસ્તિત્વ નહિવત્ જેવું લાગે છે અને લડાઈ સીધી TMC vs BJP વચ્ચે જ મર્યાદિત રહી છે.
4 મે 2026
કોની જીતની શક્યતા?
હાલમાં જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલ્સ અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મુજબ પરિસ્થિતિ ખૂબ જ રસાકસી ભરેલી છે:
મોટાભાગના એક્ઝિટ પોલ્સ (જેમ કે Chanakya Strategies અને P-MARQ) ભાજપને બહુમતીના આંકડા (148 બેઠકો) ની નજીક અથવા તેનાથી વધુ બતાવી રહ્યા છે. કેટલાક સર્વે મુજબ ભાજપને 150 થી 175 બેઠકો મળી શકે તવું અનુમાન લગાવી રહ્યાં છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાલમાં EVM સુરક્ષા વિવાદ વચ્ચે જાણો સ્ટ્રોંગરૂમના નિયમો : કેવી રીતે રખાય છે EVM અને બેલેટ બોક્સ
તો આ તરફ, 'People’s Pulse' જેવી સંસ્થાઓ મમતા બેનર્જીની TMC ને સ્પષ્ટ બહુમતી સાથે 177 થી 187 બેઠકો મળવાની આગાહી કરી રહી છે.
આ તમામ સર્વે અને અનુમાનો વચ્ચે જો કોઈ પણ પક્ષને સ્પષ્ટ 148 બેઠકો નહીં મળે, તો રાજ્યમાં Hung Assembly' એટલે કે ત્રિશંકુ વિધાનસભા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ લખાય છે 1 May 2026 ના દિવસે ત્યાં સુધીમા પલડું સહેજ ભાજપ તરફ નમેલું દેખાય છે, પરંતુ બંગાળમાં 'અંડરકરંટ' હંમેશા અણધાર્યા પરિણામો લાવે છે. 4 મે 2026 ના રોજ જ સ્પષ્ટ થશે કે મમતા બેનર્જીનો કિલ્લો અકબંધ રહેશે કે ભાજપ ઇતિહાસ રચશે.
સૌ કોઈની નજર પરિણામ પર જ મંડાયેલી છે કે આ વખતે બંગાળમાં ખરેખર 'પરિવર્તન' આવશે કે મમતા દીદીની વાપસી થશે ?





