Home Gujarat Mujpur Gambhira Bridge Collapsed Attack On Aap And Congress Government

Mujpura Gambhira Bridge Collapsed પર વિપક્ષ વિફર્યો? : ભ્રષ્ટાચાર તમે કરો મરે જનતા?: AAP ઈસુદાન ગઢવી, તો કોંગ્રેસે પણ.....

Mujpura Gambhira Bridge Collapsed પર વિપક્ષ વિફર્યો?
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 02:21 PM IST

વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઇ, પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજના બે ટુકડા થયા અને જેમાં 13  લોકોના જીવ ગયા છે. જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની વિગતો સામે આવી છે. જો કે, દર વખતની જેમ ફરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે, માર્ગ અને મકાન વિભાગના સચિવે દાવો કર્યો છે કે, ગુજરાતના જર્જરિત તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે. તો હવે આ મુદ્દે સરકાર પર વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યા છે.

ઈસુદાન ગઢવીના સરકાર પર ગંભીર આરોપ
બ્રિજ દુર્ઘટનાને લઈ AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી, માનવ સર્જિત દુર્ઘટના છે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારના ભ્રષ્ટાચારથી અનેક લોકોના મોત થયા છે''. તેમણે કહ્યું કે, ''સરકારને મારા સવાલ છે કે, ''જનતા તમેન ટેક્સના સ્વરૂપે વ્યવસ્થાના ભાગ રૂપે નાણા આપે છે અને જે નાણા તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાઓ છે અને અંતે મોત પણ જનતાને કેમ મળે? આ જનતા સરકારના ભ્રષ્ટાચારનો ક્યાં સુધી ભોગ બનતી  રહેશે? અનેક સવાલો થઈ રહ્યાં છે ત્યારે અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યાં છીએ''

કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર
અમિત ચાવડાએ કહ્યું કે,"દુર્ઘટના ઘટ્યા પછી સરકાર જાગે છે. સરકાર વહેલા જાગે તો આવા બનાવો ન બને. વારંવાર આવા બનાવો કેમ બને છે. બ્રિજ ભયજનક હોય ત્યારે જ બંધ કરીને સમારકામ કરવું જોઈએ. પાંચ કરતા વઘારે વાહનો નદીમાં ખાબક્યા છે. બ્રિજ પરના ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવે."


શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું, કે,"વડોદરામાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો છે. મોટી દુર્ઘટના સર્જાઈ છે. વહીવટી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરે તે જરૂરી છે. બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વનો બ્રિજ ગણાય છે."


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now