Home Gujarat Mp Mansukh Vasavas Statement Regarding Kejriwal And Bhagwant Manns Meeting

''ભાજપને કંઈ ફેર પાડવાનો નથી'' : કેજરીવાલ અને ભગવંત માનની સભાને લઈ બોલ્યા સાંસદ મનસુખ વસાવા

''ભાજપને કંઈ ફેર પાડવાનો નથી''
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 07:36 AM IST

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન સભા સંબોધવાના છે.


''...ડબલ સજા થવી જોઈએ''

જેના પગલે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ''આ બંનેને ભાન હોવું જોઈએ કે આ કેસ કોર્ટમાં ચાલે છે અને નિર્ણય કોર્ટે આપ્યો છે,આવા તોફાનીઓ અને ધમાલિયા ઓ માટે કોઈપણ પાર્ટી આવા સંમેલનો કે સભાઓ કરે તેને ડબલ સજા થવી જોઈએ. આમ તો આમ આદમી પાર્ટી અલગતાવાદી લોકોને સપોર્ટ કરતી પાર્ટી છે''.


''ધારાસભ્ય ધમાલ કરે તોફાન કરે...''

મનસુખ વસાવાએ કહ્યું કે, ''કેજરીવાલને ભાન હોવું જોઈએ કે એમનો ધારાસભ્ય ધમાલ કરે તોફાન કરે અને જેલમાં જાય તેને છોડાવવા માટે ડેડીયાપાડામાં સભા કરે છે તો છોડી થોડા દેવાના છે! ડેડીયાપાડામાં આદિવાસી સંમેલન કરવાથી ચૈતર વસાવા છૂટી જવાનો નથી તેના માટે કેજરીવાલ અને ભગવંત માનએ કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવો જોઈએ''


''...ભાજપને કંઈ ફેર પાડવાનો નથી''

તેમણે કહ્યું કે, ''સંમેલન કરીને આ વિસ્તારના લોકોને ઉલ્લુ બનવવાનું આમ આદમી પાર્ટી છોડી દે, આવા સંમેલન કરવાથી ભાજપને કંઈ ફેર પાડવાનો નથી. આમ આદમી પાર્ટીના દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી લોકોને ઉશ્કેરવા માટે આવી રહ્યા છે, આવા ગુન્હામાં સપડાયા પછી ધારાસભ્ય હોઈ કે સાંસદ સભ્ય મનસુખ વસાવા હોઈ પણ કાનૂની લડાઈ લડવી પડે નહીં કે સંમેલન કરવાના હોય''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now