Home Tech/Gadgets Motorola Edge 70 Fusion Launched With 7000mah Battery

Motorola Edge 70 Fusion; 7000mAh ની બેટરી સાથે થયો લોન્ચ! : જાણો કિંમત, ફીચર્સ અને પાવરફૂલ પ્રોસેસર વિશેની માહિતી

Motorola Edge 70 Fusion; 7000mAh ની બેટરી સાથે થયો લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 09:07 AM IST

Motorola Edge 70 Fusion : ટેક જગતમાં Motorola એ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ પોતાની પ્રીમિયમ 'Edge' સિરીઝનો નવો સ્માર્ટફોન Motorola Edge 70 Fusion ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેમને લાંબી બેટરી લાઈફ અને હાઇ-લેવલ ગેમિંગનો શોખ છે. આકર્ષક કલર્સ અને શક્તિશાળી ફીચર્સ સાથે આ ફોન મિડ-રેન્જ બજેટમાં અન્ય બ્રાન્ડ્સને મોટી ટક્કર આપવા તૈયાર છે.

ડિસ્પ્લે અને ડિઝાઇન

આ ફોનમાં 6.78 ઇંચની 1.5K ક્વોડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 144Hz ના રિફ્રેસ રેટને સપોર્ટ કરે છે, જેનાથી સ્ક્રોલિંગ અને ગેમિંગનો અનુભવ સ્મૂધ રહે છે. આ સ્ક્રીનની ખાસિયત તેની 5200 nits ની પીક બ્રાઇટનેસ છે, જે તેને તડકામાં પણ સ્પષ્ટ રાખે છે. સુરક્ષા માટે તેમાં મિલિટરી-ગ્રેડ ગોરિલા ગ્લાસ 7i નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

પર્ફોર્મન્સ અને ગેમિંગ

ગેમર્સ માટે આ ફોન કોઈ વરદાનથી ઓછો નથી. તેમાં Snapdragon 7s Gen 4 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, આ ફોનમાં તમે BGMI જેવી ગેમ્સ 120 fps પર રમી શકશો. ફોનને ગરમ થતો રોકવા માટે તેમાં સ્પેશિયલ વેપર કૂલિંગ ચેમ્બર પણ આપવામાં આવી છે.

કેમેરા ક્વોલિટી

ફોટોગ્રાફીના શોખીનો માટે આમાં 50mp નો Sony-LYT 710 મુખ્ય કેમેરો છે, જે OIS (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) સાથે આવે છે. આ સિવાય 13mp નો અલ્ટ્રાવાઇડ, મેક્રો અને ડેપ્થ સેન્સર પણ મળે છે. સેલ્ફી માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે. ખાસ વાત એ છે કે, આના બધા જ કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.

બેટરી અને ચાર્જિંગ

આ ફોનનું સૌથી મોટું આકર્ષણ તેની 7000mAh ની વિશાળ બેટરી છે, જે સિલિકોન-કાર્બન ટેકનોલોજીથી બનેલી છે. આટલી મોટી બેટરી હોવા છતાં ફોન માત્ર 7.99 mm પાતળો છે. તેને ચાર્જ કરવા માટે બોક્સમાં 68W નું ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવે છે.

સોફ્ટવેર અને AI ફીચર્સ

Motorola Edge 70 Fusion લેટેસ્ટ Android 16 પર બેસ્ડ Hello UI પર ચાલે છે. કંપનીએ આમાં 3 વર્ષના OS અપગ્રેડ અને 5 વર્ષના સિક્યુરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે. સાથે જ તેમાં Gemini, Copilot અને Perplexity જેવા AI ટૂલ્સનું ઇન્ટિગ્રેશન પણ જોવા મળે છે.

કિંમત અને ઓફર્સ

ભારતમાં આ ફોનની શરૂઆતી કિંમત રૂ. 26,999 (8GB+128GB) રાખવામાં આવી છે. તેના અન્ય વેરિઅન્ટ્સ રૂ. 29,999 અને રૂ. 32,999 માં ઉપલબ્ધ થશે. HDFC અને Axis બેંકના કાર્ડ પર રૂ. 2,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અથવા એક્સચેન્જ બોનસ પણ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફોન ફ્લિપકાર્ટ પર અર્લી સેલ 6 માર્ચે બપોરે 12 અને સાંજે 4 વાગ્યે યોજાશે, ત્યારબાદ 12 માર્ચે બપોરે 12 વાગ્યે ઓપન સેલ શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now