Vahli Dikri Yojana: ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧,૧૨૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ૭,૪૩૪ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.
વ્હાલી દીકરી યોજનાના હેતુ વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, દીકરીઓના સર્વાંગી વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે વર્ષ ૨૦૧૯થી ગુજરાતમાં ‘વ્હાલી દીકરી યોજના’ અમલમાં મુકવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૨ ઓગષ્ટ ૨૦૧૯ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીના તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક ૨ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ. ૪૦૦૦ ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે ત્યોરે યોજનાનો બીજો હપ્તો રૂ. ૬૦૦૦ ચૂકવાય છે. દીકરીની ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે DBT મારફતે ચૂકવાય છે.
પુરાવાઓની પ્રમાણિત નકલ (Vahali dikri yojana required documents)
લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
માતા પિતા નાઆધાર કાર્ડ
માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
માતા પિતાની કુલ વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
અરજદારના રેશનકાર્ડ ની નકલ
લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્કખાતાની પાસબુકની નકલ
લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ
તમે ગુજરાત સરકાર દ્વારા ઓફર કરવામાં આવતી આ યોજના માટે ઑનલાઇન અને ઑફલાઇન એમ બે રીતે અરજી કરી શકો છો.
ઑનલાઇન અરજી:
સૌ પ્રથમ મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યાં જાઓ અને અરજી ફોર્મ ભરો અને જરૂરી માહિતી દાખલ કરો. બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
ઑફલાઇન અરજી
નજીકના જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની ઓફિસમાં જાઓ. ત્યાંથી અરજી ફોર્મ મેળવો અને તેને કાળજીપૂર્વક ભરો. ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડો અને સંબંધિત અધિકારીઓને સબમિટ કરો. આ પછી, સ્વીકૃતિ સ્લિપ મેળવો. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને પાત્ર લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે. નાણાકીય સહાય પસંદગીના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.






