MORARI BAPU WIFE PASSES AWAY: ભાવનગરના મહુવાના તલગાજરડાના કથાકાર પૂજ્ય મોરારિ બાપુના ધર્મ પત્ની નર્મદાબાનુ 79 વર્ષની વયે નિધન થયું છે. નર્મદાબાનું પિયર વણાટ ગામમાં આવેલું છે. જ્યાંના કૈલાસ વાડી ખાતે તેમને સમાધિ આપવામાં આવી. તેમના નિધનને પગલે મોરારીબાપુના ગામ તલગાજરડા ગામ સ્વયંભૂ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું છે. મહુવા શહેર અને તાલુકામાં પણ શોકનું મોજું પ્રસરી ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરારી બાપુ સાથે ફોન પર વાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. સાથે જ નર્મદાબાના નિધન પર તેમણે શોક વ્યક્ત કર્યો હતો. આ સમાચાર મળતા જ દુનિયાભરમાં મોરારી બાપુના અનુયાયીઓમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય મોરારિ બાપુને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી છે. મોરારી બાપુના પત્ની નર્મદાબાના નિધનને પગલે આ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






