Home Gujarat Monsoon Is Approaching Rain May Arrive This Week

હવે સાવ નજીક આવી ગયું છે ચોમાસું : ગુજરાતમાં આ અઠવાડિયામાં થઈ શકે છે મેઘરાજાની એન્ટ્રી! જાણો વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી

હવે સાવ નજીક આવી ગયું છે ચોમાસું
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 04:30 AM IST

Gujarat Monsoon Update: ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે 15 જૂનના આસપાસ પ્રવેશ કરે છે અને આ વર્ષે પણ હવામાન વિભાગે એ જ તારીખ આસપાસ ચોમાસું પ્રવેશ કરશે એવું અનુમાન વ્યક્ત કર્યું છે. જોકે, જાણીતા હવામાન અનુમાનકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું રાજ્યમાં 12 થી 15 જૂન દરમિયાન આવી શકે છે અને તે પછી 15થી 19 જૂન દરમિયાન તે રાજ્યના અનેક વિસ્તારોમાં સક્રિય બની જશે.

અંબાલાલના અનુમાન પ્રમાણે, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદ વિસ્તારમાં મેઘરાજા વરસવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ અને મહેસાણા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના કેટલાક ભાગોમાં પણ ચોમાસું હવે વધુ સક્રિય બનશે અને ત્યારપછી ગુજરાત તરફ આગળ વધશે. આજના મંગળવાર, 10 જૂને રાજ્ય સહીત દેશભરના અનેક વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. દિવસભરના મુખ્ય સમાચાર અને ત્વરિત અપડેટ માટે પૃષ્ઠને સતત તાજું કરતા રહો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now