Home Gujarat Monsoon Finally Active In Gujarat Know The Latest Forecast From The Meteorological Department

ગુજરાતમાં આખરે ચોમાસુ સક્રિય : જાણો વરસાદની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં આખરે ચોમાસુ સક્રિય
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 02:01 AM IST

ગુજરાતમાં આખરે અનરાધાર વરસ્યો. રાજ્ય પર ચાર હવામાન સિસ્ટમ્સ એકસાથે સક્રિય થતાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

ભાવનગરના પાલિતાણામાં માત્ર ચાર કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે 19 જૂન સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડશે.

આજે 17 જૂને ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

18 જૂનના રોજ:
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનો અહેવાલ છે. તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ અને ભાવનગરમાં પણ મેઘરાજાની મહેર રહેશે. કચ્છના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

19 જૂન:
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ અનેક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. દિવ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

અમરેલીમાં વરસાદના કારણે દુર્ઘટના:
અમરેલી જિલ્લામાં ચોમાસાનો વરસાદ આફતરૂપ બન્યો છે. થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતાં પિતા-પુત્ર તણાઈ ગયા હતા. પિતાનું મૃત્યુ થયું છે, જ્યારે પુત્રને ફાયરની ટીમે બચાવી લીધો છે. ધારી, ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now