Home Gujarat Mock Drill In Gujarat

હવાઈ હુમલાથી બચવાની મોકડ્રિલ : મિસાઈલો પડી, બોમ્બ બ્લાસ્ટ થયા, આગ લાગી ને સાયરનો વાગ્યા, ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા, એમ્બ્યુલન્સો દોડી

હવાઈ હુમલાથી બચવાની મોકડ્રિલ
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 01:51 PM IST

અમદાવાદ: ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. એરસ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવ્યાં હતાં. સિવિલ ડિફેન્સ દ્વારા 'ઓપરેશન શીલ્ડ' અંતર્ગત મોકડ્રિલનો સાયરન વાગતા જ પ્રારંભ થયો હતો. જ્યારે રાત્રે બ્લેક આઉટ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 29મીના યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખી હતી.

અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે યોજાયેલી મોકડ્રિલ અંગે ક્વિક રિસ્પોન્સ ટીમ, સિવિલ ડિફેન્સ સ્ટાફના બીએસ શાહે બચાવ કેમ કરવો તેની માહિતી આપી હતી.ઘાયલોને હોસ્પિટલ લઈ જવા અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે એમ્બ્યુલન્સઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અમદાવાદના કેન્ટોનમેન્ટ ખાતેની મોકડ્રિલમાં સાયરન વાગે અને તમે મુસીબતમાં હોવ તો શું કરવું તેની ટ્રેનિંગ અપાઈ હતીશહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે જ્યારે વિરમગામમાં પોલીસલાઇન ખાતે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now