Home Gujarat Mla Chaitar Vasavas Strong Attack On The Mgnrega Scam Issue

''મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે'' : મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા પ્રહાર

''મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે''
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 06:15 AM IST

મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ નામ સામે આવતા હવે આમ આદમી પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, ''અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે, તે વાત સાચી પડી છે''
''મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે''
ચૈતર વસાવાએ કહ્યું કે, ''મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે, કોંગ્રેસ નેતા હીરા જોટવા અને બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લીધા અને પોતાની એજન્સીને આપી દીધા હતા'' વધુમાં કહ્યું કે, ''ભાજપ-કોંગ્રેસ નેતાઓની એજન્સીઓએ એક પણ વખત રેતી કપચી નાખ્યા વગર બોગસ બીલો પાસ કરાવ્યા અને હીરા જોટવા અને બચુ ખાબડની એજન્સીઓએ રોયલ્ટી અને GST વગરના બિલો બતાવી કરોડો રૂપિયા સેરવી લીધા છે.
''CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે''
ચૈતર વસાવાએ કહ્યું કે, ''પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા છે, હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને,અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે, કોંગ્રેસ નેતા હીરા જોટવાએ હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા છે, મારી સરકારને અપીલ છે કે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now