Home Gujarat Minister Raghavji Patel Spoke About The Shortage Of Fertilizer

''હું માનું છું કે...તેટલી અછત પણ નથી'' : ખાતરની અછતને લઈ બોલ્યા મંત્રી રાઘવજી પટેલ

''હું માનું છું કે...તેટલી અછત પણ નથી''
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 08:32 AM IST

વર્તમાનમા ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછતને લઈ વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરે છે. જો કે, ખાતરની અછત મુદ્દે કિશાન સંઘના કેટલાક હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યા છે અને ખાતરની અછતનો મુદ્દો બરાબરનો ઉછળ્યો છે. ત્યારે ખાતરની અછત મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સાને આવ્યું છે.


ખાતરની અછત મુદ્દે રાઘવજી પટેલે શું કહ્યું?

મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ''રાજ્યમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતર જરૂરીયાત મુજબ મળી રહે તે માટે પુરૂતુ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં કહ્યું કે, ''હું માનું છું કે, ત્યાં સુધી તેટલી અછત પણ નથી, ટૂંક સમયમાં પૂરતું રાસાયણિક ખાતર મળતું થઈ જશે.


8 જિલ્લામાં 300 પુશઓને લમ્પી

આજે ગાંધીનગર ખાતે પશુઓમાં થતા વિવિધ રોગો અને સારવારની પદ્ધતિ મુદે સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં નિષ્ણાત પશુ ડોક્ટરો માર્ગદર્શન આપશે. મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ''રાજ્યના 8 જિલ્લામાં 300 જેટલાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. જેમાં 8 પશુઓના મોત થયા છે જ્યારે 5 લાખ પશુઓને વેક્સિન અપાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now