ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજ વંદન, સાથે સાથે હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂરને લઈ જણાવ્યું હતું કે, પહલગામમાં ભારતની દિકરીઓનું સિંદૂર ભૂસવાનું કૃત્ય કરાયું છે અને પાક.ના આતંકીઓને 27 મિનિટમાં ધ્વસ્ત કર્યા હતા. સિંદૂરનો બદલો સમગ્ર વિશ્વએ જોયો છે.

"ખોટી નજર કરનારની આંખો મિચાઇ ગઇ"
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ભારત સામે ખોટી નજર કરનારની આંખો મિચાઇ ગઇ છે અને દુશ્મનને ઇંટનો જવાબ પથ્થર મળ્યો છે, સાયબર ક્રાઇમ વિશે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, સાયબર ક્રાઈમ સ્પેશિયલ યુનિટ ઉભું કરાશે અને તાત્કાલિક સપોર્ટ મળે તે માટે યુનિટ બનાવાશે અને આંતરરાષ્ટ્રીય રમતો માટે ગુજરાત મોટું સ્થળ બનશે.

"100 કલાક અસામાજીક તત્વોની યાદી બનાવી"
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, છેલ્લા 7 મહીનામાં 2800થી વધુ નાસતા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસે ઝડપ્યા છે, 25 વર્ષથી ફરાર આરોપીઓનો પણ સમાવેશ થાય છે અને 1689 ગુમ બાળકોને શોધી પરિવારને સોંપ્યા છે, ગુજરાત પોલીસે 830 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે અને ગુનાખોરી નિવારવા 100 કલાક અસામાજીક તત્વોની યાદી બનાવી 2215 સામે પાસા કરવામાં આવ્યા છે, એક હજાર થી વધુ ગુનેગારોના દબાણો દૂર કરાયા છે.






