Gujarat Monsoon Update: જરાતમાં ચોમાસાની તૈયારીઓ થઈ ચુકી છે. કાળઝાળ ગરમીથી હવે લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું છેકે, આગામી 7 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવાથી માધ્યમ વરસાદની સંભાવના રહેશે. સાથે જ 9 થી 12 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું છેકે,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક ભાગોમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જ્યાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, નર્મદા, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. આગામી ચાર દિવસ પણ આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટ અને દીવમાં 9 જૂનથી લઈને 12 જૂન સુધી વરસાદની સ્થિતિ રહેશે. 13 થી 14 જૂનમાં ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું છેકે, હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગરમી પડવા માટે ઉત્તર તરફથી ગરમ પવનોને કારણે તાપમાન વધ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જઈ શકે છે. 12 થી 18 જૂન બાદ વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે 18 જૂન પછી ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 18 જૂન બાદ જ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થશે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






