હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, જ્યારે 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રાજ્યમાં મુખ્યત્વે શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે.
'આજે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે'
હવામાન વિભાગ મુજબ આજે ખાસ કરીને સૈરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે. સાથે જ જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
'આવતીકાલે 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી શુષ્ક વાતાવરણ રહેશે'
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશથી રાજસ્થાન સુધી સક્રિય ટ્રફ લઈન અને કર્ણાટક તરફથી ટ્રફ સર્જાતા કમોસમી વરસાદી માહોલ ઉભો થયો છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
24 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન રાજ્યમાં મુખ્યત્વે શુષ્ક વાતાવરણ રહેશે. આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેવાની આગાહી કરવામાં આવી છે.
સૌથી વધારે તાપમાન
રાજકોટ 35.9 માં છે
અમદાવાદમાં 35.4
ગાંધીનગરમાં 34.8
સૌથી ઓછું લઘુત્તમ તાપમાન
નલિયામાં 14.8
અમદાવાદમાં 19.5
ગાંધીનગર 18.5 ડિગ્રી છે




















