Home Tech/Gadgets Meta Deletes 1 Crore Facebook Accounts

Meta એ 1 કરોડ નકલી ફેસબુક એકાઉન્ટ દૂર કર્યા : ઓરિજીનલ કોન્ટેન્ટ ક્રિએટર્સને પ્રોત્સાહન મળશે

Meta એ 1 કરોડ નકલી ફેસબુક એકાઉન્ટ દૂર કર્યા
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2025, 01:59 PM IST

2025 ના પ્રથમ છ મહિનામાં, Meta એ ફેસબુક પરથી લગભગ 1 કરોડ નકલી એકાઉન્ટ દૂર કરવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ સ્પામ અને નકલી સામગ્રી સામે આ પગલું ભર્યું છે, જેથી વપરાશકર્તાઓ વધુ અધિકૃત અને ઉપયોગી સામગ્રી મેળવી શકે. Meta એ કહ્યું છે કે તે ફેસબુક ફીડને વધુ રિયલ બનાવવા માંગે છે, જેથી બોટ્સ અથવા AI દ્વારા બનાવેલા નકલી વિડિઓઝ અને પોસ્ટ્સને બદલે રિયલ ક્રિએટિવીટીને પ્રોત્સાહન આપી શકાય.

મોટા ક્રિએટર્સની નકલ કરી રહ્યા હતા આ એકાઉન્ટ્સ

Meta ના જણાવ્યા મુજબ, આ નકલી એકાઉન્ટ્સ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સર્જકોનું અનુકરણ કરી રહ્યા હતા. તેમનો હેતુ અલ્ગોરિધમનો લાભ લઈને વધુ વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાનો હતો. આ ઉપરાંત, લગભગ 5 લાખ એકાઉન્ટ્સને અપ્રમાણિક વર્તન માટે દંડ કરવામાં આવ્યો હતો. આમાં કોમેન્ટ વિભાગમાં સ્પામ ફેલાવવા, બોટ્સને લાઈક અને શેર કરવા અને જૂની સામગ્રીને વારંવાર રિપિટ કરવાનો સમાવેશ થાય છે.

ઓરિજિનલ કન્ટેન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે

Meta એ એક બ્લોગ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે હવે કંપની ઓરિજિનલ અને સ્વ-નિર્મિત કન્ટેન્ટને પ્રાથમિકતા આપશે. આ માટે, એક નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જે કોઈપણ ડુપ્લિકેટ (કોપી કરેલ) કન્ટેન્ટને ઓળખી શકે છે. જો કોઈ સર્જક ક્રેડિટ આપ્યા વિના બીજાની કન્ટેન્ટ પોસ્ટ કરે છે, તો તેની રીચ ઓછી થઈ જશે. આ પગલું ખાસ કરીને એવા AI કન્ટેન્ટ ફાર્મ્સને લક્ષ્ય બનાવે છે જે ફક્ત વ્યૂ મેળવવા માટે બીજાની કન્ટેન્ટને ફરીથી અપલોડ કરે છે.

AI વિરુદ્ધ ક્રિએટિવિટી: એક નવો પડકાર

Meta ના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં કહ્યું હતું કે કંપની હવે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણ યોજના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું, "અમે સેંકડો અબજો ડોલર ખર્ચ કરીને એક સુપર AI સિસ્ટમ બનાવી રહ્યા છીએ." Meta ના પ્રથમ AI સુપરક્લસ્ટર પણ 2026 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. જેમ જેમ AI ટૂલ્સ વધુ સસ્તું અને શક્તિશાળી બની રહ્યા છે, તેમ તેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે વાસ્તવિક અને નકલી સર્જનાત્મકતા વચ્ચે તફાવત કરવો એક પડકાર બની રહ્યું છે.

YouTube એ પણ કડક પગલાં લીધાં

Meta એકમાત્ર કંપની નથી જે આ દિશામાં સક્રિય છે. YouTube એ તાજેતરમાં તેની મોનેટાઈઝેશન નીતિમાં પણ ફેરફાર કર્યો છે. હવે રિપીટ અથવા ઓછી ગુણવત્તાવાળી AI કન્ટેન્ટ ત્યાં કમાણી કરી શકશે નહીં. જોકે, જો સામગ્રી મૌલિક હોય અને વેલ્યૂ એડિશન કરતી હોય, તો તે AI દ્વારા બનાવવામાં આવી હશે તો પણ માન્ય રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now