Home Gujarat Mehsana Ramesh Bhil Peon To Corporator Story

મહેસાણાના કમલમ કાર્યાલયના પટાવાળાની જીત : રમેશભાઈ ભીલ બની ગયા કોર્પોરેટર

રમેશભાઈ ભીલની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 28, 2026, 11:53 AM IST

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી 2026માં ભાજપના કાર્યાલયમાં 27 વર્ષથી પટાવાળાનું કામ કરતા રમેશભાઈ ભીલ હવે કોર્પોરેટર બની ગયા છે. રમેશભાઈ ભીલે વોર્ડ નંબર 13માંથી ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર 13ની આખી પેનલની જીત થઈ છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results Live Updates : ભાજપનો ઘોડો વિનમાં... કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો... આપનું ભાવિ અધ્ધરતાલ! જાણો ચૂંટણીના ફાઇનલ પરિણામો

રમેશભાઈ ભીલ વર્ષોથી ભાજપના જિલ્લા કચેરીમાં ચા-પાણી આપવાથી લઈને ઓફિસનું કામ સંભાળતા હતા. તેમની નમ્રતા અને કાર્યકરો સાથેના નજીકના સંબંધને કારણે પાર્ટીએ તેમને ટિકિટ આપી.જીત પછી રમેશભાઈએ જણાવ્યું કે તેઓ હવે લોકોની સેવા માટે કામ કરશે અને વિકાસને પ્રાથમિકતા આપશે.

ચૂંટણીમાં રમેશભાઈએ 4000થી વધુ મતોથી જીત મેળવી છે. આ જીત પાછળ માત્ર પાર્ટીનો પ્રભાવ જ નહીં પરંતુ રમેશભાઈનો લોકો સાથેનો સીધો સંપર્ક અને વિશ્વાસ પણ મહત્વપૂર્ણ રહ્યો હોવાનું માનવામાં આવે છે. ભાજપે આ ચૂંટણીમાં “વર્કર ફર્સ્ટ” અભિગમ અપનાવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. લાંબા સમયથી સેવા આપતા કાર્યકરને ઉમેદવાર બનાવવાનો નિર્ણય પાર્ટી માટે વ્યૂહાત્મક પણ સાબિત થયો છે. આ પ્રકારના નિર્ણયોથી પાર્ટી પોતાના કાર્યકરોમાં વિશ્વાસ અને ઉત્સાહ વધારવામાં સફળ રહે છે.

રમેશભાઈ ભીલ જેવા ઉમેદવારને આગળ લાવવાથી ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટીમાં કામ કરનાર દરેક વ્યક્તિને યોગ્ય તક મળી શકે છે. આ અભિગમ આવનારી ચૂંટણીઓમાં પણ પાર્ટી માટે ફાયદાકારક બની શકે છે. સ્થાનિક સ્તરે આ પ્રકારની પસંદગીઓ મતદારોને પણ નજીક લાગે છે, કારણ કે તેઓ પોતાના જેવા વ્યક્તિને નેતૃત્વમાં જોવા માંગે છે.

આ પણ વાંચો: 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં ભાજપના સુપડાં સાફ : ના ચાલ્યો ભૂષણ ભટ્ટનો પાકિસ્તાનનો મુદ્દો, શું ખેડાવાલાની કતલખાનાવાળી જાહેરાત કામ લાગી?

આ જીતને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી નહીં પરંતુ સામાજિક દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. મતદારો હવે માત્ર નામદાર ઉમેદવારોને નહીં પરંતુ પોતાના વચ્ચેના, પોતાની સમસ્યાઓ સમજતા ઉમેદવારોને પસંદ કરી રહ્યા છે. રમેશભાઈ ભીલનો લાંબા સમયનો લોકો સાથેનો સંપર્ક અને સેવાભાવ તેમને મતદારોમાં લોકપ્રિય બનાવવામાં મદદરૂપ બન્યો.

મહેસાણાના વોર્ડ 1, 2, 6, 7, 8, 10 , 11 ,12માં ભાજપની પેનલની જીત થઈ છે, 52 બેઠકો પૈકી 5 બિનહરીફ અને 27 બેઠકો જીત થઈ છે. મહેસાણામાં વોર્ડ નંબર 3મા કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. મહેસાણાના ઊંઝા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં ઊંઝા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે અને ઊંઝા તાલુકા પંચાયતની 13 સીટો પર ભાજપનો વિજય થયો છે. અગાઉ 18 બેઠકો માંથી 5 બેઠકો થઈ હતી બિનહરીફ.

આ પણ વાંચો: બંગડીઓ વેચતી મહિલા બની કોર્પોરેટર : બહુચરાજીમાં ભાજપનાં સંશીબહેન કાંગશિયાની જીત

મહેસાણામાં ભાજપની જીત થઈ છે. ભાજપે 52 માંથી 36 બેઠક પર જીતી મેળવી છે. 4 સીટ પર કોંગ્રેસની જીત થઈ છે. આ ચૂંટણીમાં મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ અને 52 બેઠકો પર મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં વોર્ડ નંબર 6 માં સૌથી વધુ 68.91 ટકા અને વોર્ડ નંબર 12 માં 68.61 ટકા મતદાન થયું. વોર્ડ નંબર 4માં સૌથી ઓછું 49.69 ટકા મતદાન થયું.

હવે રમેશભાઈ ભીલ માટે સૌથી મોટો પડકાર તેમના વિસ્તારના વિકાસ અને લોકોની અપેક્ષાઓ પૂરી કરવાનો રહેશે. ચૂંટણી જીત્યા બાદ લોકો હવે તેમના પાસેથી ઝડપી અને અસરકારક કામગીરીની અપેક્ષા રાખશે. ખાસ કરીને શહેરી સુવિધાઓ, સ્વચ્છતા, પાણી અને રસ્તા જેવા મુદ્દાઓ પર તેઓ કેવી રીતે કામ કરે છે તે મહત્વપૂર્ણ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now