Home Gujarat Md Drugs Seized From Khoda Checkpost In Tharad

થરાદના ખોડા ચેકપોસ્ટ પાસેથી ઝડપાયું MD ડ્રગ્સ : 146 ગ્રામ જપ્ત, પતિ-પત્ની સહિત 3ની ધરપકડ

થરાદના ખોડા ચેકપોસ્ટ પાસેથી ઝડપાયું MD ડ્રગ્સ
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 09:28 AM IST

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં ખોડા ચેકપોસ્ટ નજીકથી મોટી માત્રામાં એમ.ડી. ડ્રગ્સ ઝડપાયા છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ થાય તે પહેલાં જ થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન દિલ્હી પાર્સિંગની સફેદ કારમાંથી માદક દ્રવ્ય મળી આવતા પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો.

14.60 લાખનો ડ્રગ્સ ઝડપાયો

પોલીસે કારની તપાસ કરતાં તેમાં કુલ 146 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 14.60 લાખ થાય છે. આ ઘટનામાં એક મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ ચાર લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલોમાં પતિ-પત્ની અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે, જે રાજસ્થાનના સાંચોરથી ગુજરાત તરફ આવી રહ્યા હતા.

કાર પર ભગવા પાર્ટીનું બોર્ડ

ઉલ્લેખનીય છે કે ઝડપાયેલી કાર પર ભગવા પાર્ટીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેથી પોલીસની નજરમાંથી બચી શકાય. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ડ્રગ્સ છૂટકમાં વેચવાનો ઈરાદો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. થરાદ પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાજસ્થાન-ગુજરાત સરહદ પર ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલા સઘન ચેકિંગના પરિણામે આ મોટી સફળતા મળી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now