Home Gujarat Surat Massive Fire In Surat Sachin Gidc Fire Breaks Out In Hojiwala Industry Company

સુરત સચિન GIDCમાં ભીષણ આગ : હોજીવાલા ઇન્ડસ્ટ્રીની કંપનીમાં અચાનક ફાટી નીકળી આગ, ધુમાડાના ગોટેગોટાથી ફફડાટ

Surat Massive Fire Sachin GIDC
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 01, 2026, 07:56 AM IST

સુરત: દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઔદ્યોગિક હબ ગણાતા સુરતના સચિન વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક મોટી ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી (GIDC) સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો: 'ઘર કા ભેદી લંકા ઢાયે' : 1 મહિના પહેલા કાઢી મુકેલા નોકરે જ ડુપ્લીકેટ ચાવીથી દુકાનમાં કર્યો ચોરીનો પ્રયાસ

વિકરાળ આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની મથામણ

હોજીવાલા ઇન્ડસ્ટ્રીની જે કંપનીમાં આગ લાગી હતી, ત્યાં રહેલા કાચા માલ અને મશીનરીને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરી જતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કંપનીમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

આગનું કારણ હજુ પણ અંકબંધ: તપાસ શરૂ

કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ કૂલિંગની પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ જ નુકસાનનો સાચો અંદાજ લગાવી શકાશે. ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર બનતી આગની આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બગવાડા ટોલનાકા પર પકડાઈ ક્રૂરતાની પરાકાષ્ઠા
ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય
ચુંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણગણાટ