મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતાં 7 લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે ડિંડોરી શહેર નજીક બની હતી તેમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.
બંને વાહનો નહેરમાં પડી ગયા હતા
પોલીસે કહ્યું કે, ''પોલીસને રાત્રે 11.57 વાગ્યે વાણી-ડિંડોરી રોડ પર એક નર્સરી પાસે આ ઘટનાની માહિતી મળી હતી. જે પછી પોલીસ અને અન્ય એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે કહ્યું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બંને વાહનો રસ્તાની બાજુમાં એક નહેરમાં પડેલા મળી આવ્યા હતા. ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
7ના મોત 2 ગંભીર ઈજાગ્રસ્ત
પોલીસે જણાવ્યું હતું કે, ''આ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની સારવાર ચાલુ છે.






