અમદાવાદ: દાણીલીમડામાં ઘર આગળ પાણી ઢોળવા બાબતે શખ્સે પાડોશી યુવકને ફટકાર્યો હતો. તેમજ એક શખ્સે યુવકને છરીના ઘા મારી લોહિલુહાણ કર્યો હતો. જ્યારે શખ્સની બહેને ઘર આગળ પાણી ઢોળતા યુવકે તેને સમજાવતા મામલો બિચક્યો હતો. આ અંગે યુવકે શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
દાણીલીમડામાં રહેતા મોહમ્મદ નઇમ અન્સારી સિલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 29મેએ પાડોશી રફીકભાઇની પુત્રી તનજીરા ઘરની બહાર પાણી ઢોળતી હતી. જે પાણી મોહમ્મદ નઇમના ઘર તરફ આવતુ હતુ. જેથી તેમને તનજીરાને સમજાવ્યુ કે અહિ પાણી ના ઢોળો કહેતા તેને ઘરમાં જઇને વાત કરી હતી. જેથી તેનો ભાઇ રોહાન અને તેના કાકાન આવીને મોહમ્મદ નઇમને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યા હતા.
આટલું જ નહિ લાકડીથી બંનેએ માર માર્યો હતો. બાદમાં રોહને છરી કાઢીને નઇમને પેટમાં મારી દેતા તે લોહિલુહાણ થઇ ગયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા બંને ત્યાંથી જતા રહ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત નઇમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે મોહમ્મદ નઇમે રોહાન સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






