Mahisagar News: મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના વરધરા ગામેથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. બહેનની છેડતી/અડપલાં કરવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ૫૫ વર્ષીય પ્રૌઢની પાઇપના ફટકા મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. વિરપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીના જેસિંગપરામાં યુવાન પર જીવલેણ હુમલો : પોલીસની અનેક ટીમો તપાસમાં જોડાઈ
મનુભાઈ પર પીવીસીની પાઇપ વડે હુમલો કરી દીધો
ઘટનાની વિગતો અનુસાર, મહીસાગરના વરધરા ગામે 16 જુલાઈ 2026 ના રોજ બપોરના સમયે મનુભાઈ (ઉંમર વર્ષ ૫૫) નામના વ્યક્તિએ આરોપીની બહેનનો હાથ પકડતા બહેને બૂમાબૂમ કરી મૂકી હતી.બૂમ સાંભળીને આરોપી કમલેશભાઈ કાંતિભાઈ જોષી (રહે. વરધરા) તુરંત જ ત્યાં દોડી આવ્યો હતો. આવેશમાં આવીને કમલેશ જોષી નામના શખ્સે મનુભાઈ પર પીવીસીની પાઇપ વડે હુમલો કરી દીધો હતો.
શરીરે, જમણા પગે તેમજ ડાબા હાથે પાઇપના ગંભીર ફટકા વાગવાને કારણે મનુભાઈને ઇજાઓ પહોંચી હતી જોકે મનુભાઈ ઘાયલ.થયેલી હાલતમાં પોતાના ઘરે જતા રહે છે અને પછી સૂઈ જાય છે જ્યારે ઘરના સભ્યોને ખબર પડે છે ત્યારે તેમને મરેલા જોઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાય છે જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસ દ્વારા કોઈ મરણ જવાનું કારણ ના જણાતા તેમના મૃતદેહનું પેનલ પોસ્મોર્ટમ કરાવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રણ જિલ્લાઓમાં ઓચિંતી ડિજિટલ મુલાકાત : જનફરિયાદોના ઝડપી નિકાલ પર ભાર
માર મારનાર કમલેશભાઈ જોષી ને ધરપકડ
ત્યારબાદ પોલીસ લોકલ સોર્સ દ્વારા માહિતી એકઠી કરે છે જેમાં ગામના જ કમલેશભાઈ જોષી સાથે મનુભાઈને બોલાચાલી થઈ હતી મનુભાઇએ કમલેશભાઈની બહેનની છેડતી કરી હતી ત્યારે ઉશ્કેરાઈ જઈ કમલેશભાઈએ પીવીસીની પાઇપ દ્વારા મરણજનાર મનુભાઈને માર મારવામાં આવે છે પોલીસે શરૂઆતના અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં કારણ મળી આવ્યું અને માર મારનાર કમલેશભાઈ જોષીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ
શરૂઆતમાં આ મામલે વિરપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત (અમોત નં. ૧૧/૨૦૨૬) તરીકે ગુનો નોંધાયો હતો. પરંતુ તપાસ દરમિયાન ગુનાહિત કૃત્ય બહાર આવતાં, વાસ્તવિકતા સ્પષ્ટ થતાં જસવંતભાઇ રામાભાઇ પટેલે પો.સ્ટે. આવીને ફરિયાદ નોંધાવી હતી વિરપુર પોલીસે આ મામલે હત્યા ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ (BNS) ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો (A-Part ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૮૨૬૦૩૮૫/૨૦૨૬) દાખલ કર્યો વિરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપી કમલેશ જોષીની અટકાયત કરી લેવામાં આવી છે.અગાઉ બનેલી આ ઘટનામાં વિરપુર પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.






