Home Gujarat Mahisagar Sog Illegal Pistol Cartridges Arrest Balasinor

બાલાસિનોરમાં ફિલ્મી ઢબે ઓપરેશન : પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે નામચીન આરોપીની ધરપકડ

બાલાસિનોર પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: Apr 02, 2026, 08:26 AM IST

મહીસાગર જિલ્લામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. SOG ટીમે બાલાસિનોર નજીક ગ્રીન ફિલ્ડ ચોકડી પાસે ખાસ વોચ ગોઠવીને ગેરકાયદેસર હથિયારો સાથે એક નામચીન શખ્સને ઝડપી લીધો છે.

શંકાસ્પદ કાર રોકતાં ખુલ્યો મોટો ભંડાફોડ

મળતી માહિતી મુજબ, પોલીસે શંકાસ્પદ હલચલને આધારે સફેદ રંગની ટાટા હેરિયર કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. તલાશી દરમિયાન ગાડીમાંથી એક દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે પાંચ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ અંદાજે રૂપિયા 15.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઝડપાયેલ આરોપીની ઓળખ મનીષ ઉર્ફે જગદીશ મહેરા (રહે. કંથરજીના મુવાડા, બાલાસિનોર) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સામાન્ય ગુનેગાર નથી. તેના વિરુદ્ધ કઠલાલ, ઉમરેઠ, ડાકોર અને બાલાસિનોર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન તેમજ હત્યાના પ્રયાસ (IPC 307) જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 18 જેટલા કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લગ્નનો જમણવાર ભારે પડ્યો! : દાણીલીમડામાં 70 લોકો થયા બીમાર, તંત્ર એક્શન મોડમાં!

આ કામગીરી એસ.ઓ.જી. દ્વારા ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી, જેના કારણે એક મોટી ઘટના બનતા પહેલા જ અટકાવી શકાયી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.

બાલાસિનોર ટાઉન પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ કડીઓ સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now