Home Gujarat Kadi Accident Jcb Two Children Death Mahesana

કડીમાં કાળજું કંપાવનારો અકસ્માત : બે માસૂમો પર ફરી વળ્યું JCB, કલાકો સુધી બેસી રહી માતા

JCB અને અકસ્માતના સ્થળે બેઠેલી માતા
Published by: Chintan Chavda
Last Updated: Apr 02, 2026, 08:54 AM IST

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કડી-કલ્યાણપુરા રોડ પર મોડી રાત્રે એક દુઃખદ અકસ્માત બન્યો હતો, જેમાં રોડ નિર્માણ કાર્યમાં લાગેલા મજૂર પરિવારના બે નાના બાળકોના મોત થયા છે. આ બનાવ નાની કડી ગામની સીમમાં શિવ શક્તિ કોટન ઇન્ડસ્ટ્રીઝ સામે બનતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

કેવી રીતે થયો અકસ્માત

મળતી માહિતી મુજબ, છેલ્લા ચાર મહિનાથી આ માર્ગ પર RCC રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મોડી રાત્રે JCB મશીન (નંબર GJ 2 BS 2704) નો ચાલક કપચી નાખવા માટે રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે રોડ કિનારે સૂઈ રહેલા મજૂર પરિવારના બે ભાઈઓ તેને નજરે ન પડતા મશીન તેમની ઉપર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાળકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
ઘટના બાદ માતા પોતાના દીકરાઓના નિર્જીવ દેહ સાથે રાત્રે લગભગ 2:30 વાગ્યાથી ઘટનાસ્થળે જ બેઠી રહી હતી, જે દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોમાં વ્યથા અને આક્રોશ ફેલાયો હતો.

આ પણ વાંચો: રાજ્યના 2 લાખથી વધુ ઉમેદવારો માટે મોટા સમાચાર : ચૂંટણીને કારણે આ પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો નવી તારીખ

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો મધ્યપ્રદેશના ઝાબવા જિલ્લાના નદારપુરા ગામના રહેવાસી મજૂર અલ્કેશ મોહનભાઈ બાભનીયાના દીકરાઓ હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં હાર્દિક (ઉંમર 2 વર્ષ) અને કાલિક (ઉંમર 4 વર્ષ)નો સમાવેશ થાય છે. પરિવાર કડી તાલુકામાં નાની કડી નજીક નર્મદા કેનાલ પાસે કોન્ટ્રાક્ટરના પ્લાન્ટ વિસ્તારમાં રહેતો હતો.

ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને સ્થાનિકોમાં ભારે દુઃખ અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now