Home Automobile Mahindra May 2026 Suv Discounts Xuv400 Thar Roxx Scorpio

મહિન્દ્રાએ શરૂ કર્યો ડિસ્કાઉન્ટ વરસાદ! : EV થી લઈને ઓફ-રોડ SUV સુધી, 2.5 લાખ સુધીની બચત કરવાની શાનદાર તક

Mahindra
Published by: Aryan Shah
Last Updated: May 13, 2026, 10:50 AM IST

Discounts on Mahindra cars : ભારતીય બજારમાં એસયુવી (SUV) ના કિંગ ગણાતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મે 2026 માટે પોતાની ખાસ ઓફર્સની જાહેરાત કરી દીધી છે. સામાન્ય રીતે મહિન્દ્રાની ગાડીઓ માટે લોકો મહિનાઓ સુધી રાહ જોતાં હોય છે, પરંતુ વેચાણને વધુ વેગ આપવા માટે કંપનીએ પસંદગીના મોડલ્સ પર 2.5 લાખ રૂપિયા સુધીના ફાયદા આપવાનું નક્કી કર્યું છે. જાણો મહિન્દ્રાની કઈ ગાડી પર તમને કેટલી છૂટ મળશે અને કઈ રીતે તમે લાખોની બચત કરી શકશો.

XUV400 અને ઇલેક્ટ્રિક રેન્જ પર જંગી ફાયદો

જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સૌથી યોગ્ય સમય છે. મહિન્દ્રા તેની XUV400 EV પર આ મહિને સૌથી વધુ 2.5 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ખાસ કરીને EC Pro અને EL Pro વેરિઅન્ટ પર આ મોટી છૂટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કંપની તેના નવા INGLO પ્લેટફોર્મ પર આધારિત BE 6 અને XEV 9e ના જૂના સ્ટોક (MY2025) ને ક્લિયર કરવા માટે અનુક્રમે 2 લાખ અને 1.4 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ આપી રહી છે. આ ઓફર્સ મર્યાદિત સ્ટોક સુધી જ સીમિત છે.

થાર રોક્સ પર પહેલીવાર આટલી મોટી ઓફર

થાર રોક્સ જે અત્યારે માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં છે, તેના પર પણ કંપનીએ ગ્રાહકોને ખુશ કરી દીધા છે. આ મહિને થાર રોક્સ પર કુલ 1.10 લાખ રૂપિયા સુધીનો ફાયદા મળી રહ્યો છે. આમાં 85,000 રૂપિયાનું સીધું રોકડ ડિસ્કાઉન્ટ અને 25,000 રૂપિયાની કિંમતની જરૂરી એસેસરીઝનો સમાવેશ થાય છે. આ સ્ટાઇલિશ અને પાવરફુલ SUV ખરીદવા માંગતા લોકો માટે આ એક શાનદાર ડીલ સાબિત થઈ શકે છે.

શું વાહન ચલાવતી વખતે તમારું સ્ટીયરિંગ ધ્રુજે છે?: આ ભૂલ તમારી જિંદગી જોખમમાં મૂકી શકે, જાણો શું કરવું

સ્કોર્પિયો રેન્જ અને XUV 3XO પર બચત

મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી સ્કોર્પિયો પર પણ આકર્ષક ઓફર્સ છે. સ્કોર્પિયો ક્લાસિક મોડલ પર 50,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જ્યારે સ્કોર્પિયો N ના Z4 વેરિઅન્ટ પર 30,000 રૂપિયા અને પ્રીમિયમ Z8 વેરિઅન્ટ પર 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં XUV 3XO પર પણ કુલ 60,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે, જેમાં 40,000 રોકડ અને 20,000 ની એસેસરીઝ સામેલ છે.

2028 થી લાગશે પેટ્રોલ બાઇક પર પ્રતિબંધ?: જાણો કેમ સરકાર પેટ્રોલ વાહનને નાબૂદ કરી રહી છે

બોલેરો અને અન્ય ગાડીઓ પર સ્થિતિ

મધ્યમ વર્ગની ફેવરિટ બોલેરો નીઓ પર કંપની 25,000 રૂપિયાના કેશ બેનિફિટ્સની સાથે જૂની ગાડીના બદલામાં એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. જોકે, ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ કે સ્ટાન્ડર્ડ બોલેરો, પ્રીમિયમ XUV 7XO અને જૂની 3-ડોર થાર પર આ મહિને કોઈ અધિકૃત ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નથી. આ તમામ ઓફર્સનો લાભ લેવા માટે તમારે તમારી નજીકની મહિન્દ્રા ડીલરશીપનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે શહેર મુજબ ઓફર્સમાં થોડો ફેરફાર હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now