અમદાવાદ:માધવપુરામાં રહેતા હિતેશ કવિશ્વર ફોટોગ્રાફીનું કામ કરે છે. ગત 29મેએ રાત્રીના સમયે તેઓ પત્ની હેમાબેન સાથે એક્ટિવા લઇને બહાર નીકળ્યા હતા. તે સમયે ફ્લેટની બહાર દલ્લુ ઉભો હતો અને તેને હિતેશભાઇને ઉભા રાખ્યા હતા.
બાદમાં દલ્લુએ ઉછીના રૂપિયા માંગ્યા પરંતુ હિતેશભાઇએ આપવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને લોખંડની પાઇપથી હુમલો કરીને હિતેશભાઇને લોહિલુહાણ કર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા દલ્લુ ત્યાંથી નાસી ગયો હતો.
તેમજ ઇજાગ્રસ્ત હિતેશભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે હિતેશે દલ્લુ સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






