Appleએ તાજેતરમાં પોતાનું સૌથી સસ્તું અને આકર્ષક લૅપટોપ MacBook Neo લોન્ચ કરીને માર્કેટમાં હલચલ મચાવી છે. લોન્ચ પછીથી જ આ ડિવાઇસને અદભૂત પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આ જ સફળતા હવે Apple માટે માથાનો દુખાવો બની રહી છે. MacBook Neo ની વધતી માંગને પહોંચી વળવા માટે કંપની પાસે પૂરતા ચિપસેટ નથી, જેના કારણે ભાવ વધારાના સંકેતો પણ મળી રહ્યા છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલો વિગતે.
MacBook Neoમાં iPhone જેવી શક્તિશાળી ટેક્નોલોજી
MacBook Neo એ Appleનું અત્યાર સુધીનું સૌથી સસ્તું MacBook છે, પરંતુ તેની અંદર આપવામાં આવેલી ટેક્નોલોજી ખૂબ જ શક્તિશાળી છે. તેમાં A18 Pro chipset નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે iPhone 16 Pro માં જોવા મળે છે. આ ચિપસેટમાં માત્ર GPU કોન્ફિગરેશનનો તફાવત છે. iPhone 16 Pro માં 6-core GPU છે, જ્યારે MacBook Neo માં 5-core GPU આપવામાં આવ્યો છે. આ કારણે પરફોર્મન્સમાં થોડો ફરક પડે છે, પરંતુ સામાન્ય યુઝર્સ માટે તે હજુ પણ અત્યંત ઝડપી અનુભવ આપે છે.
‘Binned Chips’ નો સ્માર્ટ ઉપયોગ
Apple MacBook Neo માટે અલગથી નવા ચિપસેટ બનાવતું નથી. તેના બદલે તે “binned chips” નો ઉપયોગ કરે છે. આ એવા ચિપસેટ હોય છે, જેમાં ઉત્પાદન દરમિયાન એક GPU કોર યોગ્ય રીતે કામ કરતું નથી, પરંતુ બાકી બધાં કોર સંપૂર્ણ રીતે કાર્યરત હોય છે. આ રીતે, Apple બિનઉપયોગી થઈ જતાં ચિપસેટને વેડફવાને બદલે તેને પોતાના સસ્તા MacBookમાં ઉપયોગમાં લે છે. આ પગલાંથી કંપની ખર્ચ ઘટાડે છે અને યુઝર્સને સસ્તું પ્રોડક્ટ આપી શકે છે.
વધતી માંગથી ચિપસેટની અછત
MacBook Neo ની લોકપ્રિયતા Apple માટે ડબલ એજ સ્વોર્ડ સાબિત થઈ રહી છે. કંપનીએ શરૂઆતમાં આશરે 50 થી 60 લાખ યુનિટ્સ બનાવવાનો પ્લાન કર્યો હતો. પરંતુ માંગ આ અંદાજ કરતા ઘણી વધારે વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, Apple પાસે હવે binned A18 Pro ચિપસેટની અછત થવાની શક્યતા છે. જો આવું થાય, તો કંપનીને નવા ચિપસેટ તૈયાર કરવા માટે પોતાના મુખ્ય સપ્લાયર TSMC ને વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. આનો સીધો અસર પ્રોડક્શન ખર્ચ પર પડશે અને તે અંતે ગ્રાહકો માટે વધેલા ભાવ રૂપે સામે આવી શકે છે.
Windows લૅપટોપને ટક્કર આપવા બનાવાયું MacBook Neo
Appleએ MacBook Neo ખાસ કરીને Windows લૅપટોપને ટક્કર આપવા માટે રજૂ કર્યું છે. તેના ફીચર્સ પણ તે જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે મિડ-રેન્જ માર્કેટમાં મજબૂત સ્પર્ધા ઉભી કરી શકે.
આ લૅપટોપમાં 13 ઇંચનું Liquid Retina ડિસ્પ્લે છે, જે 500 nits સુધીની બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. Appleનો દાવો છે કે આ ડિવાઇસ Intel Core Ultra 5 આધારિત ઘણા લૅપટોપ કરતા લગભગ 50% વધુ ઝડપી પરફોર્મન્સ આપે છે. તે ઉપરાંત, તેમાં 1080p FaceTime HD કેમેરા, ડ્યુઅલ માઇક્રોફોન અને ડ્યુઅલ સ્પીકર્સ છે, જે Spatial Audio અને Dolby Atmos સપોર્ટ કરે છે. Magic Keyboard, મોટું Multi-Touch ટ્રેકપેડ અને Touch ID જેવી સુવિધાઓ પણ તેમાં ઉપલબ્ધ છે.
શું હવે વધશે MacBook Neo ની કિંમત?
હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે Apple માટે MacBook Neo ની કિંમત વધારવી એક સંભવિત વિકલ્પ બની શકે છે. જો ચિપસેટની અછત વધે અને પ્રોડક્શન ખર્ચ વધી જાય, તો કંપની ભાવ વધારાનો નિર્ણય લઈ શકે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને નવા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ માટે આ સસ્તું MacBook એક આકર્ષક વિકલ્પ બની ગયું છે.





