Home National Lucknow University Professor Paper Leak Audio Viral Arrest

'ડાર્લિંગ, હું તારા પર ફિદા છું...' : લખનૌ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરનો ઓડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

Lucknow News
Published by: Viral Patel
Last Updated: May 16, 2026, 10:46 AM IST

Lucknow News: શિક્ષણનું મંદિર ગણાતી લખનૌ યુનિવર્સિટીમાંથી ગુરુ-શિષ્યની પરંપરાને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પ્રાણીશાસ્ત્ર (ઝૂઓલોજી) વિભાગના એક પ્રોફેસરની વિભાગની જ એક વિદ્યાર્થિની સાથે ફોન પર અશ્લીલ વાતચીત કરવાના આરોપસર હસનગંજ પોલીસે ધરપકડ કરી છે. આરોપી પ્રોફેસર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધમાં ઉતરી આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, પીડિત વિદ્યાર્થિની પ્રાણીશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક)ની વિદ્યાર્થીની છે. આરોપ છે કે વિભાગના પ્રોફેસરે ગત સપ્તાહે વિદ્યાર્થિનીને તેના અંગત નંબર પરથી ફોન કર્યો હતો. શરૂઆતમાં ભણવા અંગે વાતચીત થઈ હતી, પરંતુ થોડીવાર પછી આરોપીએ વાતચીતનો ટ્રેક બદલી નાખ્યો અને વાંધાજનક તેમજ અશ્લીલ વાતો કરવાનું શરૂ કરી દીધું. વિદ્યાર્થિનીએ પહેલા તો ફોન કાપી નાખ્યો, પરંતુ પ્રોફેસરે ફરીથી ફોન કરીને તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

હંતા વાયરસને લઈને WHOનું મોટું એલર્ટ! : માણસના શરીરમાં કેટલા દિવસ રહે છે આ વાયરસ? વૈજ્ઞાનિકો માટે હજુ પણ મોટો રહસ્ય

સિનિયરને જણાવી આખી ઘટના

માનસિક તણાવમાંથી પસાર થઈ રહેલી વિદ્યાર્થિનીએ આખરે હિંમત ભેગી કરી અને પોતાની એક સિનિયરને આખી વાત જણાવી. સિનિયરની સલાહ પર વિદ્યાર્થિનીએ સૌથી પહેલા યુનિવર્સિટીની ઇન્ટર્નલ કમ્પ્લેન્ટ્સ કમિટી (આંતરિક ફરિયાદ સમિતિ)નો સંપર્ક કર્યો અને ત્યારબાદ હસનગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. લખનૌના હસનગંજ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે રવિવારે રાત્રે આશરે ૯ વાગ્યે વિદ્યાર્થિની પોલીસ સ્ટેશને આવી હતી. તેણે પોતાના મોબાઈલમાં રહેલી પ્રોફેસરની કોલ રેકોર્ડિંગ પણ પોલીસને સોંપી હતી. પ્રાથમિક તપાસમાં આ આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા હોવાનું જણાયું હતું.

મોબાઈલ ફોન જપ્ત

આ પછી પોલીસે તાત્કાલિક BNSની કલમ 74, 73 અને 13(5) હેઠળ ગુનો નોંધીને આરોપી પ્રોફેસરની તેના યુનિવર્સિટી કેમ્પસ સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ બાદ પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરશે. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કરી લીધા છે. કોલ ડિટેલ રેકોર્ડ (CDR) અને વોઈસ સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. ઈન્સ્પેક્ટરે સ્પષ્ટ કર્યું કે "પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે."

LPG, પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થશે? : ઈરાન પર મોટા હુમલાની તૈયારીમાં ટ્રમ્પ-નેતન્યાહુ, ટાર્ગેટ લિસ્ટ તૈયાર

યુનિવર્સિટી પ્રશાસનની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ લખનૌ યુનિવર્સિટી પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. યુનિવર્સિટી પ્રશાસને આ બાબતને ગંભીરતાથી લઈને એક ઉચ્ચ સ્તરીય આંતરિક તપાસ સમિતિની રચના કરી છે. બીજી તરફ, યુનિવર્સિટીના પ્રવક્તા ડૉ. દુર્ગેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે લખનૌ યુનિવર્સિટી મહિલાઓની સુરક્ષાને લઈને 'ઝીરો ટોલરન્સ'ની નીતિ પર કામ કરે છે. આરોપી પ્રોફેસર વિરુદ્ધ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને રિપોર્ટના આધારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

'તારા માટે પેપર લીક કરી દીધું છે'

પ્રોફેસરનો આ ઓડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાંભળી શકાય છે કે આરોપી પ્રોફેસર ડૉ. પરમજીત સિંહ કહી રહ્યા છે કે, "ડાર્લિંગ, તારા માટે પેપર આઉટ (લીક) કરી દીધું છે, હું તારા પર ફિદા છું. બધું રેડી છે અને મને દગો (ડિચ) ન આપતી." જ્યારે વિદ્યાર્થિની ઓડિયોમાં કહેતી સંભળાય છે કે તે મળવા નહીં જાય અને તેને પેપર જોઈતું નથી. વિદ્યાર્થિનીનો આરોપ છે કે પ્રોફેસર ફરીથી તેનું શોષણ કરવા માંગે છે.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર 17 કરોડથી વધુની ચાંદી ભરેલી વેન પલટી : 600 કિલો ચાંદી જોઈ લોકોના ટોળા ઉમટ્યા


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now