Home National Palghar Mumbai Ahmedabad Highway Silver Van Accident

મુંબઈ-અમદાવાદ હાઈવે પર 17 કરોડથી વધુની ચાંદી ભરેલી વેન પલટી : 600 કિલો ચાંદી જોઈ લોકોના ટોળા ઉમટ્યા

ચાંદી ભરેલી પલટી ગયેલી વાન
Image Credit: Ai
Published by: Chintan Chavda
Last Updated: May 16, 2026, 05:36 AM IST

Maharashtraના Palghar જિલ્લામાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર શુક્રવારે વહેલી સવારે એક અનોખો અકસ્માત સર્જાતા ભારે દોડધામ મચી ગઈ હતી. કરોડો રૂપિયાની ચાંદી લઈને ગુજરાત તરફ આવી રહેલી એક સુરક્ષા વાન અચાનક પલટી ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત પાલઘરના ચારોટી ફ્લાયઓવર પર થયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી વાન પરથી ચાલકે અચાનક કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર પાસે પલટી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે વાનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વાનમાં હતી 600 કિલો ચાંદી

પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતગ્રસ્ત વાનમાં અંદાજે 600 કિલો ચાંદીની લગડીઓ ભરેલી હતી. આ ચાંદીની બજાર કિંમત આશરે 17 કરોડ 66 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ચાંદીનો આ જથ્થો મુંબઈ સ્થિત ‘નાકોડા બુલિયન કંપની’ માંથી ગુજરાતના Vapi GIDC વિસ્તારમાં આવેલી ‘મોદી સન્સ લિમિટેડ’ કંપનીને પહોંચાડવામાં આવી રહ્યો હતો.

અકસાન બાદ વાનમાંથી ચાંદી ભરેલા બોક્સ અને લગડીઓ દેખાતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી. હાઈવે પર કરોડોની ચાંદી પલટી હોવાની વાત વંટોળની જેમ ફેલાતા આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે મોટી રાહત: હોર્મુઝની સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ વધ્યા 2 LPG ટેન્કરો, 'સિમી' આજે પહોંચશે કંડલા બંદરે

પોલીસએ તરત જ સંભાળ્યો મોરચો

અકસાનની જાણ થતા જ Kasa Policeની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કરોડોની કિંમતનો મુદ્દો હોવાથી પોલીસે સૌપ્રથમ આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી હતી.

પોલીસે વાનમાં રહેલી તમામ ચાંદીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી. થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ બાદમાં ક્રેનની મદદથી પલટી ગયેલી વાનને હટાવી ટ્રાફિક ફરી શરૂ કરાયો હતો.

ચાલકને સામાન્ય ઈજા

આ અકસ્માતમાં વાહન ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને હાલ તેની હાલત ખતરાની બહાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પ્રાથમિક તપાસ મુજબ અકસ્માતનું મુખ્ય કારણ વાહનની વધુ ઝડપ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝડપના કારણે ચાલકે વાહન પરનું સંતુલન ગુમાવ્યું હોવાનું પોલીસનું માનવું છે. જોકે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

હાઈવે પર કિંમતી માલસામાનના પરિવહન પર ફરી પ્રશ્નો

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે દેશના સૌથી વ્યસ્ત ઔદ્યોગિક અને વ્યાપારી માર્ગોમાંનો એક છે. દરરોજ આ માર્ગ પરથી કરોડો રૂપિયાનો કિંમતી માલસામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિમાં કિંમતી ધાતુઓ અને રોકડના પરિવહન દરમિયાન સુરક્ષા અને સ્પીડ મેનેજમેન્ટને લઈને ફરી સવાલો ઊભા થયા છે.
બંગાળના આસનસોલમાં ભારે હંગામો: લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાનું કહેતાં જ પોલીસ ચોકી પર પથ્થરમારો અને તોડફોડ, પેરામિલિટરી ફોર્સ તૈનાત

પોલીસ તપાસ ચાલુ

હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વાનની ટેકનિકલ સ્થિતિ, ડ્રાઈવિંગ સ્પીડ અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન થયું હતું કે નહીં તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. કરોડોની ચાંદી સુરક્ષિત રીતે કબજામાં લેવામાં આવતા કોઈ મોટું નુકસાન કે લૂંટની ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now