Home Gujarat Lrd Exam Today In Gujarat More Than 43 Thousand Candidates Are Appearing For The Exam

ગુજરાતમાં આજે LRDની પરીક્ષા : 43 હજારથી વધુ ઉમેદવારો આપી રહ્યાં છે પરીક્ષા

ગુજરાતમાં આજે LRDની પરીક્ષા
Published by: OBS Bureau
Last Updated: Jun 15, 2025, 05:45 AM IST

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (કોન્સ્ટેબલ)ની ખાલી પડેલી 12,000 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા આજે રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં યોજાઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરના કુલ 825 પરીક્ષા કેન્દ્રો પર પેપર લેવામાં આવી રહ્યું છે.

આ ભરતી પ્રક્રિયામાં કુલ 2.48 લાખ ઉમેદવારો દાખલ થયા છે. પરીક્ષા માટે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવવામાં આવી છે. ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરીફિકેશન અને સ્કેનિંગ થવા બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો.

રાજકોટ જિલ્લામાં કુલ 152 કેન્દ્રો પર 43,710 ઉમેદવારો પેપર આપી રહ્યા છે. સુરતમાં 206 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે, જયારે વડોદરાના 119 કેન્દ્રો પર આશરે 35,000 ઉમેદવારો હાજરી આપી રહ્યા છે.

વિભાગ દ્વારા વહેલી સવારે જ તમામ કેન્દ્રો પર તંત્રએ વ્યવસ્થાઓ નિહાળી હતી. પરીક્ષા દરમિયાન કોઈ વિઘ્ન ન આવે એ માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુસજ્જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હાલ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના સામે આવી નથી. પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, તે અંગે ટૂંક સમયમાં જાહેરાત થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now