Home Gujarat Lord Jagannaths Rath Yatra In Ahmedabad Conclude Peacefully

શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથની રથયાત્રા સંપન્ન : નિજમંદિરે પરત ફરી રથયાત્રા

શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથની રથયાત્રા સંપન્ન
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 04:51 PM IST


અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રથયાત્રાની શરૂઆત સવારે મંગળા આરતીથી થઈ હતી, ત્યાર બાદ ભક્તોનું ઘોડાપૂર જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે ઉમટ્યું હતું. પરંપરાગત રીત-રિવાજો અનુસાર પહિંવિધિ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની મૂર્તિઓને ભવ્ય રીતે શણગારવામાં આવી અને રથમાં વિરાજમાન કરવામાં આવ્યા. નોંધનીય છે કે, રથયાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી.

રથયાત્રા નિજમંદિરે પહોંચી છે.. ભક્તિ ભાવના, શ્રદ્ધા અને સાંસ્કૃતિક રંગોથી યાત્રા માર્ગ જીવંત બની ગયો. સુરક્ષા દ્રષ્ટિએ પણ અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવે નિજમંદિરમાં રથયાત્રા પહોંચી છે. જય ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. નોંધનીય છે કે બપોરના સમયે અચાનક બેકાબૂ થતા દોડધામ મચી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now