અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં મુસાફરો અને સ્થાનિક લોકો સાથે દાદાગીરી કરતા તથા પૈસા પડાવનાર મંગુ નામના શખ્સ પર અજાણ્યા પાંચ શખ્સોએ લાકડી વડે જાહેરમાં ઢોરમાર માર્યો હતો. મંગુએ પોલીસ પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મંગુના ત્રાસથી સ્થાનિક લોકો તથા બસ મુસાફરો કંટાળી ગયા હતા. ત્યારે ગઈકાલે એસટી બસ સ્ટેશનના અંદર જ પાંચ શખ્સોએ મંગુ પર હુમલો કર્યો હતો. વીડિયો પ્રમાણે, પહેલા એક શખ્સે મંગુને લાત મારીને નીચે પટક્યો, ત્યારબાદ અન્ય શખ્સોએ લાકડી વડે તેના હાથ-પગ પર ફટકા મारे. આ હિંસક ઘટના બાદ મંગુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મંગુએ કાગડાપીઠ પોલીસ મથકે પોતાના પર હુમલાની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, મંગુ સામે પણ બીજી ફરિયાદ નોંધાઇ છે કે તેણે એક યુવકને ટિકિટ બુક કરતી વખતે માર મારી ખિસ્સામાંથી પૈસા ઝૂંડી લીધા હતા. બંને ઘટનાઓની ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસે ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસના સૂત્રો મુજબ હુમલો કરતા શખ્સોની ઓળખ કરવામાં આવી રહી છે અને તમામ પાસેથી સીસીટીવી ફૂટેજ તથા વાયરલ વીડિયો દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
હાલ મંગુની નક્કી થયેલી ભૂમિકા તથા તેનો ગુનેગારો સાથેનો કોઇ સંબંધ છે કે નહીં એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





