Home International Lithuania Buried Church Bell World War 2 Story Gujarati

ખેતરમાં કામ કરતા ખેડૂતનું નસીબ ચમક્યું, જમીનની અંદરથી મળ્યો મોટો ખજાનો : આ યુદ્ધ સાથે જોડાયેલું છે કનેક્શન

Lithuania church bell
Published by: Viral Patel
Last Updated: May 22, 2026, 02:00 AM IST

Lithuania church bell: ફ્રાન્સના એક વિસ્તારમાં એક ખેડૂતને ખેતરમાંથી ખજાનો મળ્યો છે. ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં ખેડાણ કરી રહ્યો હતો, તે દરમિયાન તેને એક મોટી ઘંટડી (ચર્ચનો ઘંટ) મળી આવી. કહેવાય છે કે આ ઘંટડીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખેતરમાં છુપાવવામાં આવી હતી. હાલ સ્થાનિક અધિકારીઓ આ ઘંટડીને સુરક્ષિત રાખવાની તૈયારી કરી રહ્યા છે.

લિથુઆનિયા ચર્ચ બેલ

ફ્રાન્સના એક ખેડૂત સાથે એક અજીબોગરીબ ઘટના ઘટી. જ્યારે તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો, તે જ સમયે તેને એક મોટો ખજાનો મળ્યો. આ ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અહેવાલો અનુસાર, ખેડૂતને ખેતર ખેડતી વખતે માટીમાં દબાયેલો એક વિશાળ ચર્ચનો ઘંટ મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગામલોકોએ આ ઘંટને નાઝીઓથી બચાવવા માટે છુપાવી દીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ ઘંટ અંદાજે 82 વર્ષ સુધી માટીમાં દબાયેલો રહ્યો હતો.

"જો હવે હુમલો થશે તો દરિયાની નીચે કાપી નાંખીશું ઈન્ટરનેટ કેબલ" : ઈરાની સાંસદની ધમકીથી સમગ્ર દુનિયામાં ફફડાટ

વાસ્તવમાં, આ ઘટના ફ્રાન્સના લિથુઆનિયામાં બની છે. ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો, તે જ સમયે તેને જમીનની અંદર ધસી ગયેલી કોઈ ભારે ધાતુ જેવી વસ્તુ જોવા મળી. કહેવાય છે કે ખોદકામ દરમિયાન આશરે 300 કિલો વજનનો આ જૂનો ચર્ચનો ઘંટ બહાર આવ્યો હતો.

અધિકારીઓએ આ ઘટના પર શું કહ્યું?

એક અહેવાલ મુજબ, ખેડૂતને મળેલી આ બેલ (ઘંટ) પર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, વર્ષ 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગામલોકોએ આ ઘંટને ચર્ચમાંથી હટાવી દીધો હતો અને પછી ખેતરમાં છુપાવી દીધો હતો. એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી સેના યુરોપના ઘણા વિસ્તારોમાંથી ધાતુની વસ્તુઓ જપ્ત કરી રહી હતી. આ દરમિયાન ગામલોકોને ડર હતો કે ચર્ચના આ ઐતિહાસિક ઘંટ પર પણ કોઈ કબજો ન કરી લે.

આ શહેર નોંધાયું દુનિયાનું સૌથી ગરમ સ્થળ : પારો 50 ડિગ્રીની નજીક! Top-10માં ભારતના પણ 3 શહેરો સામેલ, જાણો નામ

સમય જતાં લોકો ઘંટને ભૂલી ગયા

નોંધનીય છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી સ્થાનિક લોકો આ ઘંટ વિશે ભૂલી ગયા હતા. હવે 82 વર્ષ પછી ફરી એકવાર આ ઐતિહાસિક ઘંટ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ ઘંટ પર લખાયેલા શિલાલેખો પરથી જાણવા મળે છે કે તે 19મી સદીમાં બનાવવામાં આવ્યો હતો અને તે ગામના જૂના ચર્ચનો એક ભાગ હતો.

સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો ઘંટ

તમને જણાવી દઈએ કે હાલમાં આ ઘંટને એક સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓ અને ઈતિહાસકારો તેની સફાઈ અને સંરક્ષણની કામગીરીમાં લાગી ગયા છે. બીજી તરફ, ગામના લોકોનું માનવું છે કે ખેડૂતના ખેતરમાંથી આ ઘંટ મળવો એ તેમના ઈતિહાસ અને વારસા સાથે જોડાયેલી એક ખૂબ જ ખાસ યાદ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now