Ahmedabad News: આજકાલ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ઉંચી બિલ્ડિંગો બની રહી છે, જેમાં લિફ્ટની સુવિધા તો હોય છે, પરંતુ આજ લિફ્ટ ઘણીવખત મુસીબતનું કારણ બની જાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો બન્યો છે.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સારથી બંગલોઝની લિફ્ટ બંધ થઈ જતા 10 લોકો ફસાયા હતા. આ ઘટનાની ફાયર વિભાગને કરાતા તમામને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કઢાયા હતા. તમામ લોકો ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ કરે તે સુધી 3 કલાક ફસાયેલા રહ્યાં હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ચાંદખેડા વિસ્તારમાં આવેલી સારથી બંગલોઝની સામે કે બી રોયલ સેરેનિટીમાં લિફ્ટમાં ફસાયેલા 10 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. લગભગ ૧:૩૦ વાગ્યે કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું હતું. બીજા માળે લિફ્ટમાં ફસાયેલા લોકોને દિવાલ તોડીને બહાર કાઢ્યા હતા. લગભગ ફાયર વિભાગે ૧૨:૩૦ વાગ્યાના ફસાયેલા લોકોને ૩:૩૦ વાગ્યે સહી સલામત બહાર કાઢ્યા હતા.
લિફ્ટ માંથી સહી સલામત બહાર કાઢેલ વ્યક્તિઓના નામ
(૧) નિધીબેન (ઉંમર-૩૬)
(૨) અંજુબેન (ઉંમર-૩૩)
(૩) મિતાલીબેન (ઉંમર-૩૫)
(૪) નેહલબેન (ઉંમર-૪૦)
(૫) અર્પિતાબેન પંડ્યા (ઉંમર-૩૩)
(૬) અમીશા ઝા (ઉંમર ૩૭)
(૭) દીપલ મેહુલ જોશી (ઉંમર-૩૭)
(૮) દિવ્યાબેન સાકડેચા (ઉંમર-૩૪)
(૯) ખુશબુબેન (ઉંમર-૩૨)
(૧૦) સ્નેહા બેન (ઉંમર-૩૮)
“કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે”: આવું કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો, અમદાવાદની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ






