logo-img
Learn How To Remove Your Personal Information From Google Search

ગુગલ સર્ચમાંથી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન કેવી રીતે દૂર કરવી? : કંપનીએ પ્રોસેસ બનાવી સરળ, જાણો

ગુગલ સર્ચમાંથી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન કેવી રીતે દૂર કરવી?
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2026, 12:55 PM IST

આજના ડિજિટલ યુગમાં આપણી અંગત માહિતી ઓનલાઈન લીક થવી એ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઘણીવાર ગૂગલ સર્ચમાં આપણા મોબાઈલ નંબર, ઘરનું સરનામું કે એવા ફોટા દેખાવા લાગે છે, જે આપણે જાહેર કરવા માંગતા નથી. ખાસ કરીને AI અને ડીપફેક (Deepfake) ના વધતા જોખમો વચ્ચે યુઝર્સની સુરક્ષા ચિંતાનો વિષય છે. આ સમસ્યાના ઉકેલ માટે ગૂગલે એક નવું અને અત્યંત સરળ ટૂલ લોન્ચ કર્યું છે, જેનાથી તમે તમારી સેન્સિટિવ માહિતી ગૂગલ સર્ચમાંથી હટાવી શકશો.

નવું સુરક્ષા ટૂલ

ગૂગલે હાલમાં તેની સર્ચ પ્રોસેસમાં મોટા ફેરફારો કર્યા છે. આ નવા ટૂલનો હેતુ યુઝર્સને તેમની અંગત માહિતી પર વધુ નિયંત્રણ આપવાનો છે. જો કોઈ તમારી વાંધાજનક કન્ટેન્ટ કે અંગત વિગતો ગૂગલ પર અપલોડ કરે છે, તો તેને રિપોર્ટ કરવાની પ્રક્રિયા હવે પહેલાં કરતા ઘણી સરળ બની ગઈ છે.

માહિતી હટાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

તમારા સર્ચ રિઝલ્ટમાંથી કોઈ માહિતી હટાવવા માટે તમારે આટલું કરવાનું રહેશે:

  • સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં દેખાતા તે રિઝલ્ટની બાજુમાં આપેલા થ્રી-ડોટ (Three-dot) મેનૂ પર ક્લિક કરો.

  • ત્યાં તમને 'રિઝલ્ટ દૂર કરો' (Remove Result) નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.

  • ગૂગલ તમને કારણ પૂછશે કે, તમે આ માહિતી કેમ હટાવવા માંગો છો (જેમ કે- તે વાંધાજનક છે કે તમારી અંગત વિગત છે).

  • વિગતો ભરીને રિક્વેસ્ટ સબમિટ કરો. બસ, તમારું કામ થઈ ગયું.

એકસાથે અનેક ફોટા રિપોર્ટ કરવાની સુવિધા

પહેલાં જ્યારે કોઈ માહિતી હટાવવી હોય ત્યારે દરેક લિંક કે ફોટા માટે અલગ-અલગ અરજી કરવી પડતી હતી. પરંતુ હવે ગૂગલના નવા અપડેટ મુજબ, તમે એક જ વિનંતીમાં એકથી વધુ ઈમેજ કે લિંકની જાણ કરી શકો છો. આ સિવાય, તમે 'રિઝલ્ટ અબાઉટ યુ' (Results about you) સેક્શનમાં જઈને તમારી રિક્વેસ્ટનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકો છો કે તમારી માહિતી હટાવવાની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી.

ડીપફેક અને AI સામે કવચ

આ ટૂલની સૌથી ખાસ વાત એ છે કે, એકવાર તમારી રિક્વેસ્ટ મંજૂર થઈ જાય, પછી તમે એક ખાસ ફીચર ઈનેબલ કરી શકશો. આ ફીચર ભવિષ્યમાં તમારા નામ સાથે જોડાયેલા આવા અન્ય વાંધાજનક રિઝલ્ટ્સને ઓટોમેટિક ફિલ્ટર કરી દેશે. આ ફેરફાર ખાસ કરીને AI દ્વારા બનાવવામાં આવેલ નકલી ફોટા (ડીપફેક) રોકવા માટે કરવામાં આવશે.

સરકારના નવા કડક નિયમો

માત્ર ગૂગલ જ નહીં, ભારત સરકાર પણ હવે ઓનલાઈન સુરક્ષાને લઈને એક્શનમાં છે. 20 ફેબ્રુઆરીથી નવા નિયમો અમલમાં આવી રહ્યા છે:

  • કોઈપણ AI જનરેટેડ કન્ટેન્ટ પર લેબલ લગાવવું ફરજિયાત બનશે.

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે વાંધાજનક કન્ટેન્ટની ફરિયાદ મળ્યાના માત્ર 3 કલાકમાં તેને હટાવવું પડશે.

  • યુઝર જો AI દ્વારા કોઈ વસ્તુ બનાવી હોય, તો તેની સ્પષ્ટ જાણકારી આપવી પડશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now