Home Tech/Gadgets Lava Yuva Star 3 Launched With 8 Gb Ram And Powerful Performance For Under 7500

₹7,500 થી ઓછી કિંમતે Lava Yuva Star 3 લોન્ચ! : 8GB રેમ, 5000mAh બેટરી અને દમદાર પરફોર્મન્સ, જાણો ફીચર્સ

₹7,500 થી ઓછી કિંમતે Lava Yuva Star 3 લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 10:43 AM IST

Lava Yuva Star 3 : ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Lava એ ફરી એકવાર બજેટ સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ તેનો નવો સ્માર્ટફોન Lava Yuva Star 3 ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે. આ ફોન તેના જૂના મોડલ Yuva Star 2 નું અપડેટેડ વર્ઝન છે. જો તમે ઓછી કિંમતે સારો લુક અને વધુ રેમ ધરાવતો ફોન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે.

મોટી ડિસ્પ્લે અને પ્રીમિયમ ડિઝાઇન

Lava Yuva Star 3 માં 6.75-ઇંચની LCD કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે HD+ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આમાં 90Hz નો રિફ્રેશ રેટ છે, જે સ્મૂધ એક્સપિરિયન્સ આપે છે. ફોનની પાછળની બાજુએ મેટ ફિનિશ ડિઝાઇન છે, જે તેને મોંઘા ફોન જેવો લુક આપે છે.

રેમ અને પરફોર્મન્સ

પરફોર્મન્સ માટે ફોનમાં UNISOC SC9863A ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ફોનની ખાસ વાત એ છે કે, તેમાં 4GB રેમ અને 4GB વર્ચ્યુઅલ રેમ મળીને કુલ 8GB રેમ નો સપોર્ટ મળે છે. સ્ટોરેજ માટે 64GB ની મેમરી છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે. આ ફોન લેટેસ્ટ Android 15 (Go Edition) પર કામ કરે છે.

કેમેરા અને બિલ્ડ ક્વોલિટી

ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં 13mp નો મુખ્ય કેમેરા LED ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 5mp નો ફ્રન્ટ કેમેરો છે. આ ઉપરાંત, ફોનને ધૂળ અને પાણીના છાંટાથી બચાવવા માટે IP64 રેટિંગ પણ આપવામાં આવ્યું છે.

બેટરી અને ચાર્જિંગ

લાંબો સમય સુધી ચાલે તે માટે Lava Yuva Star 3 માં 5000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. આ બેટરીને ચાર્જ કરવા માટે 10W નું ચાર્જિંગ સપોર્ટ અને આધુનિક USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી અને ફીચર્સ

સુરક્ષા માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 4.2 અને GPS જેવા મુખ્ય ફીચર્સ મળે છે.

કિંમત અને કલર ઓપ્શન્સ

ભારતમાં Lava Yuva Star 3 ના 4GB+ 64GB વેરિઅન્ટની કિંમત માત્ર ₹7,499 રાખવામાં આવી છે. આ ફોન Indus Black અને Siachen White કલરમાં ઉપલબ્ધ થશે. તેનું વેચાણ માર્ચ 2026 થી લાવાની વેબસાઇટ અને મોટા રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now