Lava Bold 2 5G : ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Lava એ તેની લોકપ્રિય 'Bold' સિરીઝનો નવો સ્માર્ટફોન Lava Bold 2 5G ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ ગયો છે. આ ફોન ગયા વર્ષે લોન્ચ થયેલા Lava Bold 5G ના અપગ્રેડ વર્ઝન તરીકે બજારમાં આવ્યો છે. આકર્ષક લુક અને શાનદાર કેમેરા ફીચર્સ સાથે આ ફોન બજેટ સેગમેન્ટમાં અન્ય કંપનીઓને મોટી ટક્કર આપવા તૈયાર છે.
Lava Bold 2 5G કિંમત
આ સ્માર્ટફોનના 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા એકમાત્ર વેરિઅન્ટની કિંમત ₹12,999 છે. જોકે, આ એક પ્રારંભિક કિંમત છે અને તેમાં બેંક ઑફર્સ સામેલ છે. Lava Bold 2 5G ને Feather White અને Midnight Black કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનનું વેચાણ 19 માર્ચથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર શરૂ થશે.
Lava Bold 2 5G ની ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ
આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 6.67-ઇંચની Full HD+AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 Hz છે. તેમાં એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 7060 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. AnTuTu બેન્ચમાર્ક ટેસ્ટમાં, આ સ્માર્ટફોને 5 લાખથી વધુ પોઈન્ટ મળ્યા છે. Lava Bold 2 5G ના ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટમાં 50mp નો Sony મુખ્ય કેમેરો અને સેકન્ડરી કેમેરો છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે ફ્રન્ટમાં 8mp નો કેમેરો છે. તેના કેમેરા યુનિટમાં LED ફ્લેશ છે.
Lava Bold 2 5G ની બેટરી અને ફીચર્સ
આ સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ સ્માર્ટફોનની જાડાઈ 7.55mm છે. Lava Bold N2 ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 6.75 ઇંચની ડિસ્પ્લે છે. તેમાં પ્રોસેસર તરીકે Unisoc SC9863A નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Lava Bold N2 માં 5,000 mAh બેટરી છે. આ સ્માર્ટફોનના ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટમાં 13mp નો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે અને ફ્રન્ટમાં 5mp નો કેમેરો છે.




















