Home Gujarat Know Where Extremely Heavy Rain Is Forecast In Gujarat

આજે પણ ભુક્કા બોલાવશે મેઘરાજા : જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં અતિ ભારેની આગાહી

આજે પણ ભુક્કા બોલાવશે મેઘરાજા
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2025, 05:18 AM IST

હવામાન વિભાગે વરસાદી માહોલ અંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં યેલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 21 અને 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 22થી 24 જૂન દરમિયાન કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની શકયતા છે.

દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયે ન જવાની સ્પષ્ટ સૂચના આપી છે. વરસાદ અને પવનના જોરને પગલે તટવર્તી વિસ્તારોમાં સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ રાહતની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના વિવિધ શહેરોમાં લોકોને સલામત રહેવા, ગેરજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now