Home Sports Know How The Pink Ball In Test Cricket Started And Why It Had To Be Started

ટેસ્ટ ક્રિકેટનું નવું આકર્ષણ પિંક બોલ! : જાણો કેવી રીતે પિંક બોલ એ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસને બદલ્યો!

ટેસ્ટ ક્રિકેટનું નવું આકર્ષણ પિંક બોલ!
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 09:51 AM IST

Day-night matches begin in Test cricket: 21 મી સદીની શરૂઆતમાં, T20 અને ODI ફોર્મેટની વધતી લોકપ્રિયતાને કારણે ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા ઘટી રહી હતી. ટેસ્ટ મેચો માત્ર દિવસ દરમિયાન રમાતી હોવાથી, ફેન્સ માટે કામકાજના દિવસોમાં મેદાન પર હાજર રહેવું મુશ્કેલ બન્યું હતું. આ સમસ્યાનો ઉપાય લાવવા માટે, 'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા' અને 'ICC' એ સાંજે અને રાત્રે પણ મેચ રમાય તેવી ડે-નાઇટ ટેસ્ટનો વિચાર કર્યો.

બોલના રંગની સમસ્યા

જ્યારે રાત્રે મેચ રમવાની વાત આવી, ત્યારે મુખ્ય અવરોધ વિસિબિલિટીનો હતો. રેડ બોલ ફ્લડલાઇટ્સ હેઠળ ઝડપથી ઝાંખો પડી જાય છે અને ખેલાડીઓ તેમજ દર્શકો માટે તેને જોવો મુશ્કેલ બની જાય છે. વ્હાઇટ બોલ ODI અને T20 માં વપરાય છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ કપડાં પહેરે છે. વ્હાઇટ બોલ સફેદ કપડાં પર મર્જ થઈ જાય છે અને ઝડપથી ગંદો થઈ જતાં તેની વિસિબિલિટી ઘટી જાય છે. રેડ અને વ્હાઇટ બોલની સમસ્યાઓને ટાળવા માટે, ICC એ પિંક (Pink) રંગનું પરીક્ષણ કર્યું. પિંક બોલ પર એક ખાસ પોલિશ કોટિંગ કરવામાં આવ્યું, જે તેને લાંબા સમય સુધી ચમકતો રાખે છે અને રાત્રે લીલા ઘાસ અને સફેદ કપડાં બંને સામે સરળતાથી વિસિબલ રહે છે.

ઐતિહાસિક શરૂઆત

27 નવેમ્બર 2015 એ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચનું આયોજન એડિલેડ ઓવલ, ઓસ્ટ્રેલિયામાં થયું હતું. આ મેચને ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી અને તે માત્ર ત્રણ દિવસમાં જ પૂર્ણ થઈ ગઈ, જેને પિંક બોલના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા કર્યા, પણ ટિકિટની આવકને કારણે તેને સફળતા મળી. ત્યારથી, પિંક બોલ વિશ્વભરમાં લોકપ્રિય બન્યો છે અને ઘણી મોટી ટીમોએ તેને અપનાવ્યો છે.

ભારતનું પિંક બોલ ડેબ્યૂ

ભારતે ઐતિહાસિક રીતે ડે-નાઇટ ટેસ્ટને સ્વીકારવામાં સમય લીધો. 22 નવેમ્બર 2019 એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં કોહલીની 'વિરાટ' સદી આવી હતી. આ મેચમાં ભારતે જીત મેળવી અને આ સાથે BCCI એ પણ પિંક બોલ ક્રિકેટને સ્વીકાર્યું. પિંક બોલ એ ટેસ્ટ ક્રિકેટના લાંબા ફોર્મેટને એક નવું આકર્ષણ અને નવો સમય આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now