Know information about the price, camera setup and battery of Realme, Vivo and OnePlus: Realme એ હાલમાં ભારતીય બજારમાં એક નવો સ્માર્ટફોન Realme Narzo 90 5G લોન્ચ કર્યો છે, જે Vivo Y39 5G અને OnePlus Nord CE4 Lite 5G સાથે કોમ્પિટિશન કરી રહ્યો છે. Realme Narzo 90 5G MediaTek Dimensity 6400 Max પ્રોસેસર સાથે આવે છે. જ્યારે Vivo Y39 5G માં Octa core Snapdragon 4 Gen 2 4nm મોબાઇલ પ્રોસેસર છે. અને OnePlus Nord CE4 Lite 5G માં Octa core Qualcomm Snapdragon 695 6nm 5G પ્રોસેસર છે. જાણો Realme Narzo 90 5G, Vivo Y39 5G અને OnePlus Nord CE4 Lite 5G ની કિંમત, કેમેરા સેટઅપ અને બેટરી વિશેની માહિતી.
Realme Narzo 90 5G vs Vivo Y39 5G vs OnePlus Nord CE4 Lite 5G
કિંમત
Realme Narzo 90 5G ના 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹16,999 અને 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹18,499 છે.
Vivo Y39 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹16,999 છે.
OnePlus Nord CE4 Lite 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹17,999 છે.
ડિસ્પ્લે
Realme Narzo 90 5G માં 6.57 ઇંચની AMOLED Full HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2372 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,400 nits પીક બ્રાઇટનેસ છે.
Vivo Y39 5G માં 6.68 ઇંચની HD+LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1608x720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1000 nits પીક બ્રાઇટનેસ છે.
OnePlus Nord CE4 Lite 5G માં 6.67 ઇંચની Full HD+OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2400x1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 2100 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
બેટરી બેકઅપ
Realme Narzo 90 5G માં 60W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી છે.
Vivo Y39 5G માં 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,500mAh બેટરી છે.
OnePlus Nord CE4 Lite 5G માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,500mAh બેટરી છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Realme Narzo 90 5G, Android 15 પર આધારિત Realme UI 6.0 પર કામ કરે છે.
Vivo Y39 5G, Android 15 પર આધારિત Funtouch OS 15 પર કામ કરે છે.
OnePlus Nord CE4 Lite 5G, Android 14 પર આધારિત OxygenOS 14 પર કામ કરે છે.
પ્રોસેસર
Realme Narzo 90 5G માં Octa core 6nm MediaTek Dimensity 6400 Max ચિપસેટ છે.
Vivo Y39 5G માં Octa core Snapdragon 4 Gen 2 4nm મોબાઇલ પ્રોસેસર છે.
OnePlus Nord CE4 Lite 5G માં Octa core Qualcomm Snapdragon 695 6nm 5G પ્રોસેસર છે.
કેમેરા સેટઅપ
Realme Narzo 90 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો મેક્રોમેરો છે. Narzo 90 5G માં સેલ્ફી અને વિડીયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
Vivo Y39 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો પોટ્રેટ કેમેરો છે. તેમાં f/2.0 અપર્ચર સાથે 8mp નો સેલ્ફી કેમેરો પણ છે.
OnePlus Nord CE4 Lite 5G માં f/1.8 અપર્ચર અને OIS સાથે 50mp નો મુખ્ય Sony LYT-600 કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો છે. તેમાં 16mp નો સેલ્ફી કેમેરો પણ છે.
કનેક્ટિવિટી ઓપ્શન
Realme Narzo 90 5G માં 5G, બ્લૂટૂથ 5.3, Wi-Fi 5, GPS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.
Vivo Y39 5G માં ડ્યુઅલ સિમ, USB Type-C પોર્ટ, 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.0 અને GPS નો સમાવેશ થાય છે.
OnePlus Nord CE4 Lite 5G ડ્યુઅલ સિમ સપોર્ટ, 3.5mm ઓડિયો જેક, 5G SA/ NSA, Wi-Fi 6, Bluetooth 5.2, GPS અને USB Type-C પોર્ટ સાથે આવે છે.





















