Which 5G smartphone under ₹25,000 is best for you: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ₹20,000 થી ₹25,000 ની રેન્જમાં હાલમાં જબરદસ્ત કોમ્પિટિશન જોવા મળી રહી છે. Poco એ પોતાનો નવો Poco M8 5G લોન્ચ કરીને બજારમાં હલચલ મચાવી છે. આ ફોન સીધી રીતે Nothing Phone 3a Lite 5G અને OnePlus Nord CE 5 5G ને કોમ્પિટિશન આપી રહ્યો છે. જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ ત્રણેય ફોન વચ્ચેની સરખામણી તમને સાચો નિર્ણય લેવામાં મદદ કરશે.
કિંમત અને સ્ટોરેજ
કિંમતની દ્રષ્ટિએ Poco અને Nothing વચ્ચે બરાબરી છે, જ્યારે OnePlus થોડો મોંઘો સાબિત થઈ રહ્યો છે.
Poco M8 5G: ₹21,999 (6GB/128GB) થી શરૂ થઈ ₹24,999 (8GB/256GB) સુધી.
Nothing Phone 3a Lite 5G: ₹21,999 (8GB/128GB) અને ₹23,999 (8GB/256GB).
OnePlus Nord CE 5 5G: ₹24,999 (8GB/128GB) અને ₹26,999 (8GB/256GB).
ડિસ્પ્લેની ક્વોલિટી
ત્રણેય ફોનમાં 6.77 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે, પરંતુ ટેક્નોલોજીમાં તફાવત છે. Poco માં 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે જે પ્રીમિયમ લુક આપે છે અને તેની બ્રાઇટનેસ 3,200 nits છે. Nothing માં 3000 nits બ્રાઇટનેસ સાથે FHD+ AMOLED સ્ક્રીન છે, જ્યારે OnePlus માં OLED પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણેય ફોન 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, જે ગેમિંગ અને સ્ક્રોલિંગનો સ્મૂધ અનુભવ આપશે.
પ્રોસેસર અને પરફોર્મન્સ
પાવરફુલ પ્રોસેસર કોઈપણ ફોનનો જીવ હોય છે.
Poco M8 5G: Snapdragon 6 Gen 3 (મલ્ટીટાસ્કિંગ માટે સારું).
Nothing Phone 3a Lite: MediaTek Dimensity 7300 Pro (ઓપ્ટિમાઇઝ્ડ પરફોર્મન્સ).
OnePlus Nord CE 5: MediaTek Dimensity 8350 (હાઇ-એન્ડ ગેમિંગ અને સ્પીડ માટે શ્રેષ્ઠ).
લેટેસ્ટ સોફ્ટવેર
સારી વાત એ છે કે, ત્રણેય સ્માર્ટફોન લેટેસ્ટ Android 15 પર આધારિત છે. Poco માં નવું HyperOS 2, Nothing માં ક્લીન એક્સપિરિયન્સ વાળું Nothing OS 3.5 અને OnePlus માં યુઝર-ફ્રેન્ડલી OxygenOS 15 જોવા મળે છે.
કેમેરા સેટઅપ
જો તમને ફોટોગ્રાફીનો શોખ છે, તો આ તફાવત જાણવો મહત્વપૂર્ણ છે:
Poco: 50MP+2MP રીઅર અને 20MP સેલ્ફી કેમેરા.
Nothing: 50MP મુખ્ય+8MP અલ્ટ્રા-વાઇડ+2MP મેક્રો અને 16MP સેલ્ફી કેમેરા.
OnePlus: 50MP (OIS સાથે)+8MP અલ્ટ્રા-વાઇડ અને 16MP સેલ્ફી કેમેરા. અહીં Nothing અને OnePlus માં અલ્ટ્રા-વાઇડ લેન્સ હોવાથી ફોટોગ્રાફીમાં વધુ ઓપ્શન મળે છે.
બેટરી અને ચાર્જિંગ
બેટરીના મામલે OnePlus Nord CE 5 5G શાનદાર છે. તેમાં 7,100mAh ની વિશાળ બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ છે. તેની સરખામણીમાં Poco માં 5520mAh (45W ચાર્જિંગ) અને Nothing માં 5000mAh (33W ચાર્જિંગ) બેટરી મળે છે.
કનેક્ટિવિટી ફીચર્સ
ત્રણેય ફોન 5G સજ્જ છે. જોકે, OnePlus અને Nothing માં NFC નો સપોર્ટ મળે છે જે કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે ઉપયોગી છે. OnePlus માં લેટેસ્ટ બ્લૂટૂથ 5.4 વર્ઝન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, જો તમારું બજેટ ઓછું છે અને તમારે સારો લુક (કર્વ્ડ ડિસ્પ્લે) જોઈએ છે, તો Poco M8 5G બેસ્ટ છે. જો તમને ક્લીન સોફ્ટવેર અને યુનિક ડિઝાઇન ગમે છે, તો Nothing Phone 3a Lite પસંદ કરો. પરંતુ જો તમને પાવરફુલ બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ જોઈએ છે, તો OnePlus Nord CE 5 માટે થોડા વધુ પૈસા ખર્ચવા યોગ્ય છે.





















