Home Tech/Gadgets Know About Great Processors Like Mediatek Price Features And Camera

Samsung Galaxy A07 થયો લોન્ચ : MediaTek જેવા શાનદાર પ્રોસેસર, કિંમત, ફીચર, અને કેમેરા વિશે જાણો

Samsung Galaxy A07 થયો લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 09:22 AM IST

Samsung Galaxy A07: Samsung એ ઇન્ડોનેશિયામાં Samsung Galaxy A07 4G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત, પ્રોસેસર, ફંક્શન, ફીચર્સ અને કેમેરા સેટઅપ વિશેની માહિતી વિગતવાર જાણો.

Samsung Galaxy A07 4G કિંમત

ઇન્ડોનેશિયામાં, Samsung Galaxy A07 4G ની કિંમત 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે IDR 13,99,000 (આશરે રૂ. 7,500), 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે IDR 16,49,000 (આશરે રૂ. 8,900), 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે IDR 19,49,000 (આશરે રૂ. 10,500) અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે IDR 22,99,000 (આશરે રૂ. 12,400) છે. આ ફોનનું સેમસંગની ઑફિશલ વેબસાઇટ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ફોન Black, green અને Light purple રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

Samsung Galaxy A07 4G ફીચર્સ, ફંક્શન

Samsung Galaxy A07 4G માં 6.7 ઇંચની HD+ Infinity-U LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720x1,600 પિક્સલ છે અને તેનો રિફ્રેશ રેટ 90Hz છે. આ ફોન 6nm Octa-core MediaTek Helio G99 ચિપસેટ છે. આ ફોનમાં 8GB સુધી LPDDR5X RAM અને 256GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. આ ફોન Android 15 પર આધારિત One UI 7 પર કામ કરે છે.

કેમેરા સેટઅપ, સુરક્ષા, બેટરી અને કનેક્ટિવિટી

કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, Galaxy A07 4G માં પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો બીજો કેમેરો છે. અને સેલ્ફી માટે 8mp નો ફ્રન્ટ કેમેરો છે. A07 4G માં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે. સિક્યુરિટી માટે, તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G, બ્લૂટૂથ 5.3, GPS, Wi-Fi, 3.5mm ઓડિયો જેક અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. પાણી થી પ્રોટેક્શન માટે આ ફોનમાં IP54 રેટિંગ આપવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now