Home Gujarat Khimalia Grampanchayat Samaras Grant Government Election Gujarat Offbeat

સ્વરાજના જંગમાં સમરસનો અમૃત : ગ્રામ પંચાયત નાની પણ સંદેશ મોટો, મત માટે લડવા કરતા મન જીતવામાં વિજય મેળવવો વધુ સારો

સ્વરાજના જંગમાં સમરસનો અમૃત
Published by: OBS Bureau
Last Updated: Jun 11, 2025, 06:46 AM IST

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે.. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને વિજય મેળવવા મેદાને જંગમાં ઉતર્યા છે.. પરંતુ કેટલી ગ્રામ પંચાયત એવી છે જે ચૂંટણી લડવાના બદલ સમરસના અમૃતનો સ્વાદ ચાખવાનું વધુ પસંદ કરે છે. આવી જ એક ગ્રામ પંચાયત છે ખીમલિયા ગ્રામ પંચાયત.
આ ગામમાં નહીં થાય ચૂંટણી!
અન્ય ગ્રામ પંચાયતોની જેમ ખીમલિયા ગ્રામ પંચાયતમાં પણ વર્ષોથી ચૂંટણી થતી આવે છે. અને કોઈ એક તરફની પેનલનો વિજય થતો આવ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ખીમલિયા ગ્રામ પંચાયતે કંઈક અલગ કર્યું છે. આ વખત ચૂંટણી લડવાના બદલે સમરસ ગ્રામપંચાયત કરી એકતાનો સંદેશ આપ્યો છે. એક તરફની પેનલે ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ તેમની સામે કોઈ ચૂંટણી લડવા માટે ફોર્મ જ ન ભર્યા. જેથી ખીમલિયા ગ્રામ પંચાયત સમરસ થઈ છે..જેમાં ગામના આગેવાનોનો મોટો ફાળો રહ્યો.
ખીમલિયા ગ્રામ પંચાયતની ટીમમાં કોણ કોણ?
ખીમલિયા ગ્રામ પંચાયતની કમાન આ વખતે મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે કાંતાબેન ભગવાનજીભાઈ મઘોડિયાની પસંદગી કરવામાં આવી છે..જ્યારે કાંતાબેનની ટીમના સભ્યોની વાત કરીએ તો જમનભાઈ પરમાર, રામજીભાઈ મારીયા, કેશુભાઈ આશાણી, રવીભાઈ કોળી, ઇન્દુબેન હિંગળા, ગોદાવરીબેન કટેશિયા, પ્રફુલાબેન સોનગરા અને વિજીયાબેન મઘોડિયાનો સમાવેશ થાય છે.
સમરસ ગ્રામ પંચાયતથી શું ફાયદા થાય?
ગ્રામજનોની સર્વસંમતિથી ચૂંટણી કર્યા વગર કોઈ એક વ્યક્તિની પસંદગી કરવાને સમરસ ગ્રામપંચાયત કહેવામાં આવે છે..ગામનો વધુ વિકાસ થાય અને સુમેળભર્યું વાતાવરણ રહે તે માટે સરકારે વર્ષ 2001માં સમરસ ગામ યોજના અમલમાં મૂકી હતી. જેમાં સમરસ થતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન પણ આપવામાં આવે છે. જેમાં 5 હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામપંચાયતને 60 હજાર સુધીની સહાય, સમરસ ગ્રામ પંચાયતને 1 લાખ સુધીની સહાય અને એવોર્ડ પણ આપવામાં આવે છે. આ વધુ મળેલી સહાયથી ગામના વિકાસના કામો વધુ ઝડપથી થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now