Home Gujarat Kapadvanj Chemical Blast Case Mitul Patel Arrested

કપડવંજ કેમિકલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક : 11 દિવસની સંતાકૂકડી બાદ ગેરકાયદેસર ફેક્ટરીનો માલિક મિતુલ પટેલ SOGના સકંજામાં, રિમાન્ડ દરમિયાન ખૂલશે અનેક રહસ્યો

Kheda News
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2026, 02:16 PM IST

Kheda News: ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં ગત ૨૭ જૂનના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના મામલે આખરે સ્થાનિક પોલીસ અને ખેડા એસ.ઓ.જી. ની ટીમને મોટી સફળતા મળી છે. બ્લાસ્ટની ઘટના બાદથી જ કાયદાના સકંજાથી બચવા માટે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા ફેક્ટરી માલિક મિતુલ પટેલને પોલીસે ૧૧ દિવસની સઘન શોધખોળ બાદ ઝડપી પાડ્યો છે.

ફેક્ટરીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ

અગાઉ ૨૭ જૂનના રોજ કપડવંજ વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખી ફેક્ટરીનું પાકું માળખું પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગયું હતું. આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં હાજર બે મજૂરો આગની વિકરાળ જ્વાળાઓમાં લપેટાઈ જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. શ્રમિકના મોત બાદ પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ ફેક્ટરી માલિક વિરૂદ્ધ બેદરકારી અને સદોષ માનવવધનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

અમરેલીમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું! : રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘી, વનસ્પતિ ઘી અને તેલનો જથ્થો કબજે

કાયદાની આંખમાં ધૂળ નાખવા બરાબર

પોલીસ અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગની પ્રાથમિક તપાસમાં જે ચોંકાવનારી વિગતો બહાર આવી છે તે કાયદાની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. આરોપી મિતુલ પટેલે આ જોખમી કેમિકલ ફેક્ટરી શરૂ કરવા માટે ફેક્ટરી એક્ટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) કે સ્થાનિક વહીવટી તંત્રમાંથી એક પણ પ્રકારની કાયદેસરની મંજૂરી કે NOC મેળવી ન હતી. ફેક્ટરીમાં કોઈ સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું ન હતું કે ન તો ત્યાં આગ બુઝાવવા માટેના ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા હતા. શ્રમિકોના જીવને જોખમમાં મૂકીને તદ્દન ગેરકાયદેસર રીતે કેમિકલ પ્રોસેસિંગનો કાળો કારોબાર ધમધમતો રાખવામાં આવ્યો હતો.

આરોપીને ટૂંક સમયમાં જ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને દિવસોના રિમાન્ડ મેળવવાની તજવીજ

ઘટનાની ગંભીરતાને જોતાં ખેડા એસ.ઓ.જી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીના સંભવિત આશ્રયસ્થાનો પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા. ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અંતે મિતુલ પટેલને દબોચી લીધો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીને ટૂંક સમયમાં જ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને દિવસોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા : દવે પરિવાર બન્યો મામેરાનો ભાગ્યશાળી યજમાન, વર્ષો જૂનો સંકલ્પ થયો પૂર્ણ

આ ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા અનેક મોટા માથાઓના નામો બહાર આવશે!

રિમાન્ડ દરમિયાન પોલીસ મુખ્યત્વે એ મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરશે કે ફેક્ટરીમાં પ્રોસેસિંગ માટે વપરાતું જોખમી કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું, અહીં તૈયાર થતો ગેરકાયદેસર માલ કોને અને કયા ઔદ્યોગિક વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો, તેમજ આ કાળા કારોબારને છાવરવામાં અન્ય કયા વચેટિયાઓ કે સ્થાનિક સરકારી અધિકારીઓની મિલીભગત છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે, આરોપીની પૂછપરછમાં આ ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા અનેક મોટા માથાઓના નામો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now