Home Gujarat Ahmedabad Jagannath Rathyatra 149 Mameru Yajman Hemangiben Dave Ahmedabad

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા : દવે પરિવાર બન્યો મામેરાનો ભાગ્યશાળી યજમાન, વર્ષો જૂનો સંકલ્પ થયો પૂર્ણ

Ahmedabad News
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2026, 02:30 PM IST

Ahmedabad News: અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી 149મી રથયાત્રામાં ભગવાનના મોસાળ દ્વારા કરવામાં આવતી 'મામેરા'ની વિધિનું એક વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં હેમાંગીબેન દવે અને તેજસ દવે પરિવારને મામેરાના યજમાન બનવાનો પરમ લહાવો અને અનોખો અવસર પ્રાપ્ત થયો છે.

વડોદરામાં જાહેરમાં ગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો : કુંભારવાડા પોલીસની સફળ કાર્યવાહી

ડ્રોમાં નામ ખુલતા જ દવે પરિવારમાં ખુશીનો માહોલ

ભગવાન જગન્નાથજીના મંદિર તરફથી જ્યારે મામેરાના યજમાન માટે ડ્રો કરવામાં આવ્યો, ત્યારે તેમાં હેમાંગીબેન દવેના પરિવારનું નામ ખુલ્યું હતું. મંદિર પ્રશાસન તરફથી જ્યારે આ પવિત્ર અને આનંદના સમાચાર આપતો સંદેશો મળ્યો, ત્યારે સમગ્ર દવે પરિવાર ભાવવિભોર બની ગયો હતો. વર્ષોથી ભગવાનની સેવા કરવાની જે ઈચ્છા હતી તે પૂરી થતાં પરિવારજનો અને સગા-સંબંધીઓમાં પણ ખુશી અને ઉત્સાહની લહેર દોડી ગઈ છે.

દ્વારકાધીશના શરણોમાં હતા અને જગન્નાથજીનો મળ્યો આદેશ!

આ અદ્ભુત સંયોગ પાછળ પણ એક રોચક અને દૈવી પ્રેરણા જોવા મળી છે. જ્યારે જગન્નાથ મંદિર દ્વારા મામેરાના યજમાન તરીકે દવે પરિવારના નામની જાહેરાત કરવામાં આવી, બરાબર તે જ સમયે તેજસભાઈ દવે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા મંદિરના શરણોમાં ઉપસ્થિત હતા. એક તરફ કાળિયા ઠાકોરના દર્શન અને બીજી તરફ જગન્નાથજીના મામેરાના યજમાન બનવાના સમાચાર મળતા પરિવાર માટે આ પળ અત્યંત દૈવી અને અવિસ્મરણીય બની ગઈ હતી.

એશિયાની નંબર-1 બનાસ ડેરીનો દેશવ્યાપી વિસ્તરણ : દિલ્હી-NCRના બાગપતમાં બની રહ્યો છે 16 લાખ લિટર ક્ષમતાનો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ


7 થી 8 વર્ષ જૂનો સંકલ્પ થયો પૂર્ણ

હેમાંગીબેન દવેએ ભારે હૈયે અને ભક્તિભાવપૂર્વક જણાવ્યું હતું કે, "છેલ્લા 7 થી 8 વર્ષથી અમારા મનમાં ભગવાન જગન્નાથજીનું મામેરું કરવાની તીવ્ર ઈચ્છા અને સંકલ્પ હતો. આ વર્ષો જૂની આધ્યાત્મિક ઈચ્છા આજે ભગવાનની અસીમ કૃપાથી પૂર્ણ થઈ છે. આ ક્ષણ મારા અને મારા પરિવારના જીવનની સૌથી યાદગાર અને પવિત્ર ક્ષણોમાંની એક છે."

અખૂટ શ્રદ્ધાનું મળ્યું મીઠું ફળ

હેમાંગીબેને આ અવસરને ભગવાન જગન્નાથજીની વિશેષ કૃપા, આશીર્વાદ અને ચમત્કાર ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભગવાન જગન્નાથજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને અડગ વિશ્વાસના ફળસ્વરૂપે જ આજે તેમને આ પવિત્ર અને દિવ્ય સેવા કરવાનો મોકો મળ્યો છે. હાલમાં દવે પરિવારમાં ભગવાનના મામેરાને લઈને તડામાર તૈયારીઓ અને ભક્તિમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને તેઓ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના ડિમોલિશન સામે ઉગ્ર વિરોધ : ભરતનગરની મારુતિનંદન સોસાયટીમાં હોબાળો, કાર્યવાહી હાલ સ્થગિત


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now